Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

લાઠી જીઆઇડીસીના વિકાસ માટે સરકારે કામગીરી કરવી જોઇએઃ જેનીબેન ઠુંમર

ભુરખીયા હનુમાનજી મંદિરથી અમરેલી, દામનગર, ઢસાને જોડતો રોડ બનાવવા માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલ,તા. ૨૪: અમરેલી સંસદીય મત વિસ્‍તાર અમરેલી જિલ્લો અને મહુવા-ગારીયાધાર વિસ્‍તારમાં કોંગ્રેસના શિક્ષત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુમ્‍મરે આજે લાઠી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના પ્રવાસે હતા.

લાઠી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોના આશિર્વાદ મેળવતા જેનીબેન ઠુમ્‍મરે જણાવ્‍યુ હતુ લાઠી તાલુકો કૃષિ અને હિરા ઉદ્યોગ પર રોજગારી મેળવતા તાલુકો છે. ત્‍યારે આ વિસ્‍તારમાં કૃષિ સમૃઘ્‍ધ થાય તે માટે ખેડૂતોને કેનાલો બનાવી અને સિંચાઈ માટે પાણી મળી તેવી અમારી સરકાર પાસે માંગણી છે.આ વિસ્‍તારમાં ખેડૂતોને કપાસ,મગફળી સહિતની ઉપજના પુરતા ભાવ મળતા નથી સામા પક્ષે ખેતી ખૂબ મોંઘી થઈ છે. ત્‍યારે ખેડૂતોની હાલત કફોડી છે. લાઠી જીઆઇડીસીના વિકાસ માટે સરકારે કામગીરી કરવી જોઇએ.

આ તકે જેનીબેન ઠુમ્‍મર સાથે પ્રવાસમાં પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્‍મર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ દુધાત,પૂર્વ પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા,જીતુભાઈ અડતાળા વાળા, આંબાભાઈ કાકડીયા, ક્રિષ્‍નાબેન બાબરવા મહિલા કોંગ્રેસ પ્રમુખ મોરબી કિરણબેન પોકર પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી રાજકોટ અમૃતાબેન દાસ ગુપ્તા કચ્‍છ મહિલા કોંગ્રેસ કાંતિભાઈ કાંતિભાઈ બાવરવા કોંગ્રેસ મહેન્‍દ્રભાઈ વાળા સરપંચ હર્ષદપુર દેવળીયા રાજુભાઈ દેવાણી સદસ્‍ય તાલુકા પંચાયત પલસાણા પૂર્વ સરપંચ અગ્રણી મોરબી વજુભાઈ વામજા સરપંચ મતીરાળા કેરાળા ગામના અગ્રણીઓ પોપટભાઈ ગોરસીયા ,કલ્‍પેશભાઈ લુખી, દીપકભાઈ ચાવડા, અશોકભાઈ સુતરીયા,ધીરુભાઈ કાસેટીયા , પ્રવીણ જાગાણી બાબુભાઈ ધાધલ શેખપીપરીયા, મનુભાઈ ગોરસીયા ,ઇશ્વરભાઇ ધામેલ પરા , રાજુભાઈ ગોહિલ ભાલવાવ ,વજુભાઈ વાઘેલા ધામેલ, કરણસિંહ ગોહિલ ધામેલ, ખોડાભાઈ હજી રાધા , હર્ષદભાઈ મકવાણા હજીરાધાર, જશુભાઈ ખુમાણ,ઉદયભાઇ ખુમાણ કણકોટ, રફિકભાઈ મોગલ નરેશભાઈ અધિયારું સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો વિશાળ સંખ્‍યામાં જોડાયા હતા.

(1:52 pm IST)