Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

મોરબી પ્રોહીબીશનના ગુન્‍હામાં સંડોવાયેલ મહિલા સહિત ચારને ‘પાસા'માં ધકેલાયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : લોકસભા ચુંટણી પૂર્વે મોરબી જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિતના ચાર ઇસમોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ જીલ્લા જેલમાં મોકલવામાં આવ્‍યા છે.

લોકસભા સામાન્‍ય ચુંટણી યોજાનાર છે ત્‍યારે ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા હેતુથી મોરબી એલસીબી ટીમ અને પોલીસ મથકના થાણા અધિકારીઓએ પ્રોહીબીશનની પ્રવળત્તિ કરતા ઈસમો વિરૂદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના મળતા એલસીબી તેમજ મોરબી એ ડીવીઝન પોલીસ, તાલુકા પોલીસ અને માળિયા પોલીસ ટીમોએ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરૂદ્ધ પાસા દરખાસ્‍ત તૈયાર કરી જીલ્લા મેજીસ્‍ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્‍યુ કરવામાં આવ્‍યા હતા. જેમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ લાલજી ઉર્ફે કૌશિક જગદીશ નિમાવત (ઉ.વ.૩૩) રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળાને ભાવનગર જેલ, અશ્વિન રાઘવજી રાઠોડ (ઉ.વ.૨૨) રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળાને જુનાગઢ જેલ, સાગર ઉર્ફે ઠુંઠો રામૈયાભાઈ સવસેટા (ઉ.વ.૨૮) રહે વવાણીયા તા. માળિયા વાળાને જામનગર જેલ અને રેખાબેન લલીતભાઈ દેવજીભાઈ વઘોરા (ઉ.વ.૩૫) રહે મોરબી વાવડી રોડ વાળાને પાસા તળે વડોદરા જેલમાં ધકેલી દેવાયા છે.

(12:56 pm IST)