Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

સાવરકુંડલાના જાબાળ ગામે ઇકો કારે પ્રૌઢ માલધારીને હડફેટે લેતા મોત

અમરેલી,તા. ૨૪: જાંબાળ ગામે આંબરડી ગામ તરફ જતાં રોડ ઉપર ખારીવાવ પાસે જાંબાળ ગામના મેહુલભાઈ માલાભાઇ હેલૈયા ઉ.વ.૫૫ પોતાના ઘરેથી માલઢોર લઈ ચરાવવા નિકળેલ હતા. ત્‍યારે જાંબાળ ગામથી આંબરડી ગામ તરફ જતાં રોડ ઉપર ગાયો તથા ભેંસોની પાછળ ચાલતા હતાં. તે દરમિયાન સાવરકુંડલા તરફથી એક સફેદ કલરની ઈકો કાર જીજે૦૧ કેએમ ૨૭૭૫નાચાલકે પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી મેહુલભાઈ સાથે ભટકાવી અકસ્‍માત કરી રોડ ઉપર પછાડી દેતા ગંભીર ઈજા કરી તથા શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્‍યાની પુત્રઘનશ્‍યામભાઈ મેહુલભાઈહેલૈયાએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

યુવાનને ધમકી આપી

ધારી તાલુકાનાખીસરીથી કરમદડી જવાના રસ્‍તે કાપેલધાર પાસે અરવિંદભાઈધનજીભાઈનગવાડીયાઉ.વ ૨૯રહે. કરમદડીવાળા ટ્રેકટર લઇને આવતા હોય ત્‍યારે ખીસરી ગામના શંભુ ભાણાભાઈ, કાળુ ભાણાભાઈ, સંજય શંભુભાઈ માલણીયા તથા રોનક કેશુભાઈ સીસણાંદાએટ્રેકટર રોકી ગાળો બોલી પાઈપતથા કુહાડીના છુટા ઘા મારવા જતાં અરવિંદભાઈ છટકી ગયેલ અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:51 pm IST)