Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

લીલીયાના ભોરીંગડામાં મુન્‍નાભાઇ ઝડપાયો

અમરેલી,તા. ૨૪: લીલીયા તાલુકાના ભોરીંગડા ગામેમુળ પીપરડી તા. પાલિતાણા અશોકભાઈ રવજીભાઇબારૈયા પોતાની પાસે કોઈપણ સરકારમાન્‍ય હેલોપેથિક સારવાાર કરવા માટેની ડિગ્રી વગર કિલનીકચાલાવી દર્દીઓ પાસેથી ફી સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી. મેડિકલ પ્રેકિટશ્‍રને લગતી ડિગ્રી ન હોવા છતાં હેલોપેથિક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્‍તુ નં-૨૮ કુલ રૂા. ૪૦૯૭ના મુદામાલ રાખી પ્રેકટિસ કરી પોતાના આ કળત્‍યર્થ માનવ જીંદગી જોખમાઇ તેવું જાણતા હોવા છતાં દર્દીઓને નિદાન/સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરી ગુનો કર્યાની ક્રાંકચ પીએચસીના મેડિકલ ઓફિસર ડો. જયભાઈ ધીરજલાલ વાઘેલાએ લીલીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

જામગરી સાથે ઝડપાયો

લીલીયા ચોકડીથી શેઢાવદર ગામે જવાના રસ્‍તે આવેલ બ્રિજ પાસે લોકા ગામના યુસુફ કાસમભાઇ સવૈદને પરવાના વગર દેશી જામગરીબંદુક રૂા. ૫૦૦ની કિંમતની પોતાના કબ્‍જામાં રાખી મળી આવતા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા પો.કોન્‍સ. વિજયભા લાલુએ ઝડપી પાડયો હતો.

(12:34 pm IST)