Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ઉપલેટામાં વૃધ્‍ધ ધીરજલાલ કારેલીયાએ ઝેર પીધું: ગંભીર

રાજકોટ તા. ૨૪: ઉપલેટામાં દ્વારકાધીશ સોસાયટીમાં વૃજવાસી પાર્ક બ્‍લોક નં. ૫માં રહેતાં ધીરજલાલ ચંદુલાલ કારેલીયા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધે ઝેરી દવા પી લેતાં ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

ધીરજલાલ છુટક મજૂરી કરે છે. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. ઘરે કોઇ નહોતું ત્‍યારે આ પગલુ ભરી લીધુ હતું. તેઓ બેભાન હોઇ પરિવારજનો કારણ જાણી શક્‍યા નથી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે ઉપલેટા પોલીસને જાણ કરી હતી.

(11:44 am IST)