Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

મેંદરડાના માલણકા ગામનો શખ્‍સ પિસ્‍તોલ સાથે ઝબ્‍બે

જુનાગઢ, તા., ૨૪: માલણકા ગામનો શિવરાજ રાવત કરપડા જે ગેરકાયદેસર હથીયાર રાખી માલણકા ગામની સીમ વિસ્‍તારમાં આવેલ નારાયણ ઉપવન વાડી તરફ જવાના રસ્‍તા પરથી પસાર થનાર છે. અને તેમની પાસે ગે.કા. હથીયાર હોવાની બાતમી મળેલ જે આધારે માલણકા ગામ પાસેથી પેન્‍ટના નેફામાંથી દેશી હાથ બનાવટની પિસ્‍ટલ નંગ૧ મળી આવતા પકડી પાડેલ છે.

આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્‍સ. પી.કે.ચાવડા તથા પો.સબ ઇન્‍સ. એસ.એ.સોલંકી તથા એએસઆઇ એમ.વી.કુવાડીયા તથા પો.હેડ કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ વાંક, પો.કોન્‍સ. રોહીતભાઇ ધાંધલ વીગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

(11:36 am IST)