Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

પોરબંદર લોકસભા સામાન્‍ય ચૂંટણીઃ મતદાનનો સમય સવારે ૭ થી સાંજે ૬ રહેશે

મતદાન માટે ચૂંટણી કાર્ડ તથા અન્‍ય બાર આધારો મતદાન મથક ઉપર માન્‍ય ગણાશે

પોરબંદર,તા. ૨૪: ૭ મેના મતદાન કરવાનો સમય સવારે ૭ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધીનો રહેશે. ચૂંટણી કાર્ડ અને અન્‍ય બાર જેટલા આધારો મતદાન કરવા માટે મતદાન મથક ઉપર માન્‍ય રહેશે.

પોરબંદર લોકસભા સામાન્‍ય ચૂંટણી -૨૦૨૪ અંતર્ગત ૭ મેના મતદાન કરવાનો સમય સવારે ૭ વાગ્‍યાથી સાંજના ૬ વાગ્‍યા સુધીનો રહેશે. ચૂંટણી કાર્ડ વગર અન્‍ય બાર જેટલા આધારો મતદાન કરવા માટે મતદાન મથક ઉપર માન્‍ય રહેશે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી એ કલેકટર શ્રી કે.ડી.લાખાણી માર્ગદર્શ હેઠળ લોકશાહી મહાપર્વની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

તા. ૭મેના રોજ લોકશાહીના મહાપર્વ અંતર્ગત મતદાન પ્રક્રિયા યોજનાર છે. મતદાનના દિવસે મતદાન મથક ઉપર મતદારોને મતદાન કરવામાં કોઇ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. ચૂંટણી કાર્ડ સહિત અન્‍ય બાર દસ્‍તાવેજોને મતદાન મથક ઉપર માન્‍ય રાખી મતદાન કરવા દેવામાં આવશે. તા. ૭ મેના સવારે ૭ વાગ્‍યેથી સાંજના ૬ વાગ્‍યા સુધી મતદાન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્‍યુ હોવાનું યાદીમાં જણાવવામાં આવ્‍યુ છે.

(10:07 am IST)