Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જામનગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓ બંધ કરવાના નિર્ણય સામે શિક્ષણમંત્રીને રજૂઆત

જામનગર તા.૨૦ : જિલ્લા તથા ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ બંધ કરવા બાબતે યુથ કોંગ્રેસ પ્રમુખ હેમંતભાઇ ખવાએ રાજય શિક્ષણ મંત્રીને રજૂઆતમાં જણાવેલ કે, રાજય શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી શાળાઓ કે જેમાં ૩૦ થી ઓછી સંખ્યા હોય એવી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધેલ છે. જે ખરેખર અયોગ્ય છે. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની હાલ ૩૦ થી ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે આવી કચેરીઓને પણ તાળા મારવાનો નિર્ણય વ્યાજબી ગણાશે ?

આવી શાળાઓ અંતરીયાળ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારના બાળકોને ભણાવવા માટેની હોય છે. શાળાઓ જનરલી ગ્રામ્ય વિસ્તારથી ૩ થી પ કિમી દૂર વાડી વિસ્તાર તથા નેશ વિસ્તારમાં રહેનારા બાળકોને અપડાઉન ના કરવુ પડે એ માટે હોય છે અને તેમાં પણ ખાસ કરીને દિકરીઓ અંતરીયાળ રસ્તાથી ચાલીને સ્કુલે જવુ પડતુ હોય છે તો આવા બાળકોનુ ભવિષ્યને ધ્યાને રાખીને આવા તઘલખી નિર્ણય રદ કરવો જોઇએ તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:14 pm IST)