Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ

પ્રભાસપાટણ : ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે આજે જિલ્લાની સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી રહેવરની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન સમિતીની બેઠકમાં તેઓશ્રીએ જિલ્લાના અધિકારીઓને જણાવ્યું કે,સરકારી જે તે વિભાગના પેન્ડીંગ પ્રશ્ર્નોનો સમય મર્યાદામાં તુરંત નિકાલ કરવો. સંકલન સમિતિના પત્રકોઙ્ગનિયત સમયમર્યાદામાં જિલ્લાકક્ષાએ મોકલી આપવા તેમજ સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓને હાજર રહેવા કહ્યું હતું. ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડે રોડ-રસ્તાના પ્રશ્ર્નો માટે સકારત્મક નિર્ણય લેવા જણાવ્યુ હતુ. આ બેઠકમા અધિક કલેકટરશ્રી પ્રજાપતી,એ.એસ.પી.અમીતઙ્ગવસાવા સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.તે પ્રસંગની તસ્વીર.

(12:12 pm IST)