Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

મોરબી શહેરમાં મંત્રી બ્રિજેશ મેરજાના હસ્તે ૩ કરોડથી વધુના ખર્ચે બનનાર ચાર રોડના ખાતમુર્હત

સોસાયટી વિસ્તારના ચાર રસ્તાઓ મંજુર થતા સ્થાનીકોમાં ખુશી.

મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ રોડ રસ્તાઓ નવા બનાવવા કવાયત ચાલી રહી છે જેમાં શહેરની વિવિધ સોસાયટીને જોડતા ચાર રસ્તાઓ સવા ત્રણ કરોડના ખર્ચે નવા બનનાર હોય જે રોડના ખાતમુર્હત કાર્યક્રમ યોજાયો હતો

મોરબી નગરપાલિકા દ્વારા હીરાસરી રોડ રવાપર રોડથી અવની ચોકડી, ત્રિકોણનગર સોસાયટી કેનાલ રોડ મોરબી, ન્યુ મારૂતિ નગર વાવડી રોડ મોરબી અને ધર્મસૃષ્ટિ બાયપાસ રોડ મોરબી એમ ચાર રોડના ખાતમુર્હત કાર્યક્રમ યોજાયા હતા ૩.૨૫ કરોડના અંદાજીત ખર્ચે બનનાર ચારેય રોડના ખાતમુર્હત કાર્યક્રમમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપરાંત પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, વોર્ડના કાઉન્સીલર અને સિરામિક એસોના પ્રમુખો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
નવા ચાર રોડના કામોને મંજુરી મળી હોય અને ખાતમુર્હત કાર્યક્રમ યોજાયા હતા ત્યારે સ્થાનિક રહેવાસીઓમાં ખુશી જોવા મળી હતી.

 

(7:58 pm IST)