Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

પ્રભાસપાટણ વોર્ડ નં.ર વિસ્તારમાં ઉભરાતી ભુગર્ભ ગટરોઃ બોરના પાણી ગંદા

પ્રભાસ પાટણ તા ૨૮  :  પ્રભાસપાટણ વોર્ડ નં.૨માં ભુગર્ભ ગટર આવેલ છે. આ ગટર પાંચ વર્ષ પહેલા બનેલ છે અને આ વિસ્તારમાં ઓજી વિસ્તારનાં લખત વાડી, રજમેરી કોલોની, શાંતિનગર, શાહી કોલોની, ગુલાબ નગર, પ્યાદા કોલોની, મદીના કોલોની, ન્યુ મખદુકા શાળા વિસ્તાર, દ્વારકેશ વિસ્તાર, જનતા સોસાયટી, સહિતની કોલોનીનો વિસ્તાર આ ગટરની આજુબાજુ આવેલ છે. આ ગટરમાં ચોમાસાનું અને આજુ બાજુના વિસ્તારનું દુર્ગધમારતું પાણી અંદર જાય છે, જેથી અમુક નિચાણવાળા વિસ્તારમાં ગટરમાં પાણીના યોગ્ય નિકાલના અભાવે નિચાણમાં આવેલ ઘરોમાં પાણી ઘુસી જાય છે. બોરમાં પણ આ ગંદુ પાણી ભળી જાય છે અને મયંકર ગંદકી ફેલાવે છે.

ડેંગ્યુ, તાવ, મેલેરીયા, ટાઇફોડ, સહિતના તાવનાં રોગો અને બીજા અનેક જીવલેણ રોગોનો લોકો શિકાર બની રહેલ છે, તો આ ભુગર્ભ ગટરની યોગ્ય સાફ સફાઇ અને પાણીનો નિકાલ થાય તે માટે વોર્ડનં.ર ના નગરપાલીકાના સભ્ય કાલવાણીયા ફાતમાબાઇ મોહમદ ,ફારૂકભાઇ દ્વારા વેરાવળ-પાટણ નગરપાલીકાના ચીફ ઓફીસરને રજુઆત કરેલ છે અને તાત્કાલીક આ ગંભીર પ્રશ્નના નિકાલ માટે માંગણી કરેલ છે.

(11:59 am IST)