Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ચોટીલાથી થાનગઢ તરફ આવેલ રાતુડી ધારે થયેલ લૂંટનો ભેદ ઉકેલતી ચોટીલા પોલીસ : ત્રણ શખ્સો પકડાયા

પ્રેમીકાને તેના સાવકા પિતા માર મારતા હોય જેથી બદલાની ભાવનાથી પ્રેમીકાના જ પિતાની લૂંટ કર્યાની કબુલાત

ચોટીલા, તા. ર૮ : પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.વી. બસીયાએ જીલ્લામાં થતાં લૂંટના બનાવો તથા ઘરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા થયેલ ગુન્હાઓ ડિટેકટ કરવા ચોર મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા-પેરોલ જમ્પ ઇસમોને પકડી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરી, કાર્યવાહી કરવા ચોટીલા પોલીસ ઇન્સ્પેકટર આર.જે. રામને સુચના કરેલ.

જે અન્વયે પોલીસ ઇન્સ. આર.જે. રામ તથા પો.સબ ઇન્સ. આર.જે. જાડેજાએ અલગ અલગ ટીમો બનાવી પો.સ્ટે.માં લૂંટનો બનાવ બનેલ હોય જે અંગે માહિતી મેળવી ગુન્હો ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢવા અંગે જરૂરી સુચના-માર્ગદર્શન આપેલ જે  મુજબ ચોટીલા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલીંગમાં હતાં.

સુનિલ ઉર્ફે કાળીયો મંગાભાઇ વેરશીભાઇ ઓગાણીયા ગામેચા દેવીપૂજક ઉ.વ.૧૯ ધંધો ડ્રાઇવીંગ રહે. રયાપુર, મુસાફરી બંગલો વિરમગામ તા. વિરમગામ જિ. અમદાવાદ વાળો મળી આવેલ જેથી પૂછપરછ કરતા તેના કહેવા મુજબ તેના મિત્ર મનીષ અને તેના ભાઇ અરવિંદ તથા અરવિંદનો સાળો સુરજ અને ભુરીયો વિગેરેએ રીક્ષા લઇને લીંબડી ખાતે જતા રહેલ હતાં તે જ રીક્ષા છે અને સદરહું ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓ ચોટીલા જલારામ મંદિર સામે આરોપી સુનીલની રીક્ષા નં.જીજે૧૩-એવી-ર૬૪૪માં મનીષ અને સુરજ રાહ જોઇને ઉભા છે જેથી ચોટીલા જલારામ મંદિર પાસેથી આરોપી (ર) સુરજભાઇ ઉર્ફે કાળુ સ/ો પરશોતમભાઇ મોહનભાઇ રાઠોડ ભાટીયા મારવાડી ઉ.વ.રર, ધંધો મજૂરી રહે. કુંભારવાડાની પાછળ, પ્રતાપભાઇની વાડીની સામેના ચેકડેમ વિસ્તારમાં રાણપુર તા. રાણપુર જિ. બોટાદ તથા (૩) મનિષભાઇ અશોકભાઇ સોલંકી ગામેચા દેવીપૂજક ઉ.વ.ર૧ ધંધો કલર કામનો હાલ રહે. સુરત કામરેજ ચાર રસ્તા, ગુરૂકૃપા સોસાયટી જીવણભાઇ ભરવાડના મકાનમાં મકાન નંબર ૧૮ તા. જી. સુરત મુળ રહે. ચોટીલા ખુશીનગર રૂદ્રભૂમિ સોસાયટી, તા. ચોટીલા જિ.સુરેન્દ્રનગર મળી આવેલ છે.

જેથી મનીષની પૂછપરછ કરતા તેને જણાવેલ કે સુનિલ તેનો મિત્ર છે અને તેને આ કામના ફરીયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધ છે અને ફરીયાદી તેની પ્રેમીકાને માર મારતા હોય જેથી સુનિલે એક પ્લાન બનાવી મનીષનો ભાઇ અરવિંદ તથા ભુરો તથા સુરજને લૂંટ કરવાનો કામ આપી નક્કી કરીને આ બનાવને અંજામ આપેલ છે જે હકીકત આધારે ત્રણેય આરોપીને અટક કરી બન્ને રીક્ષા તેઓના મોબાઇલ ફોન નં. ર એમ કુલ કિ.રૂ.૧,પર,૦૦૦/- ગણી તપાસના કામે કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામમાં નરેશભાઇ સુરાભાઇ તથા રાજુભાઇ બચુભાઇ તથા જયંતીભાઇ સોમાભાઇએ રીતેની ટીમ દ્વારા ઉપરોકત લૂંટનો ગુન્હો શોંધી કાઢી લૂંટનો ભેદ ઉકેલેલ છે.

(11:44 am IST)