Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

તળાજામાં રસ્તાની તપાસ સમયે શાસક ભાજપના નગરસેવકો દોડીને આવ્યા પણ કેમેરાથી દૂર રહ્યા

ભાજપનાજ કેટલાક લોકો બ્લોક પેવિગ,રસ્તામાં ગેરરીતિ ખુલ્લીપડે તેવું ઈચ્છી રહ્યા છેપણ પાર્ટીની બીકના કારણે મૌન

ભાવનગર તા૨૮:ભાવનગર જિલ્લાના તળાજામાં બનતા રસ્તાના મામલે ભાજપ નાજ નગરસેવકએ લોક હિતાર્થ ઉઠાવેલ અવાજ ને લઈ કલેકટરએ મોકલેલ તપાસ સમયે સ્થળ મુલાકાત સમયે ભાજપના પણ નગરસેવકો દોડી આવેલ હતા. સંબધિત સૂત્રોમાં વાત થઈ રહીછેકે પાલિકાની જોકોઈ ગેરરીતી હોય તે બહાર પડવી જ જોઈએ. જોકે પાર્ટીના ડરના કારણે મૌન બેઠા છે. બીજીબતરફ ભાજપના નગરસેવકએ નગરજનોને થઈ રહેલા અન્યાય નો અવાજ ઉઠાવતા તેના પર અભિનંદન નો ધોધ વહી રહ્યો છે.

તળાજાના નગરજનો, શાસક અને વિપક્ષના નગરસેવકો દરેક વર્ગમાં છેલા પાંચેક દિવસ થી રીસરફેશ રસ્તાની ચર્ચા મુખ્ય સ્થાને બની છે.તેમાંય શાસક ભાજપનાજ નગરસેવક વિનુભાઈ વેગડ એ શહેરી જનોના હિત માટે ઉઠાવેલ પ્રશ્ન અને કલેકટર ને કરેલી રજુઆત બાદ તપાસ અર્થે આવેલ ટિમ ની સ્થળ મુલાકાત સમયે માત્ર કોંગ્રેસનાજ નહીં શાસક ભાજપ ના નગરસેવકો પણ દોડી આવ્યા હતા. જોકે તેઓ કેમેરાની નઝર થી દુર રહ્યા હતા. ભાજપનાજ નગરસેવક અને કાર્યકર નો એક વર્ગ એવો છેકે જે ગેરરીતિ આચરવામાં આવતી હોય તે ખુલ્લી પડવી જોઈએ.મીડિયા કર્મીઓનેઙ્ગ ગેરરીતિ ખુલ્લી પડે તેમાટે શિવાજીનગર ખાતે રસ્તાના કામની તપાસ આવવાની હોય જાણ કરવામાં આવી હતી.એવીપણ વાત છેકે નગરજનોને અન્યાય થઈ રહ્યાની વાત ભાજપના નગરસેવકો અને કાર્યકરોના એક વર્ગને પસંદ નથી. પણ પાર્ટી નું ખરાબ દેખાય નહિ તે માટે મૌન ધારણ કરી ને બેઠા છે. જોકે તે બાબત ગેરરીતિ થતી હોય તો જે મતદારો એ ચુંટી ને મોકલ્યા છે તેની સાથે ગદારી પણ ગણાવવા માંઆવી રહી છે.

બીજી તરફ વિનુભાઈ વેગડ એ લોક હિતાર્થ અવાજ ઉઠાવ્યો હોય તેમના પર અભિનંદન નો ધોધ વહી રહ્યો છે.

કોંગ્રેસના નગરસેવકો,કાર્યકરો એ રસ્તાના મામલે થયેલી તપાસ માં જો ખોટું કરવામાં આવ્યું હોવાનંુ જાણવા મળશે તો આંદોલન અને કોર્ટમાં જવાની ચીમકી સાથેનો વિડિઓ ઉતારી વાયરલ કરેલ છે.એ વિડિઓ સાથે ભાજપના નગરસેવક ને પણ કોંગ્રેસ પોતાની સાથે રાખ્યા હતા.તેમણે પણ વિડિઓમાં ભ્રષ્ટાચાર ના આરોપ અને ન્યાયિક તપાસ ની માગ કરી હતી.

(11:44 am IST)