Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

જુનાગઢ પોલીસ દ્વારા સતર્કતા - ફુટ પેટ્રોલીંગ

જૂનાગઢઃ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં જુદી જુદી ટીમો બનાવી, જૂનાગઢ શહેરના આઝાદ ચોક, જવાહર રોડ, મંગનાથ રોડ, દીવાન ચોક, માંડવી ચોક, ઝાંઝરડા રોડ, ખલીલપુર રોડ, ગાંધી ચોક, મોતીબાગ રોડ, વિગેરે સ્થળોએ એ ડિવિઝન પીઆઇ એમ.એમ.વાઢેર, મહેન્દ્રસિંહ ઝણકાર, બી ડિવિઝન પો.ઇન્સ. એન.આઈ.રાઠોડ, આર.એસ.પટેલ, સી ડિવિઝન પીઆઇ એન.એ.શાહ, પીએસઆઇ જે.જે.ગઢવી, તાલુકા પીઆઇ એ.એસ.ગોહિલ, પીએસઆઇ પી.વી.ધોકડીયા તથા સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ તેમજ ફટાકડા ના સ્ટોલનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં તથા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ગેંગથી સાવચેત રહેવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમ, જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જૂનાગઢની જનતાને ર્ંતહેવારોના સમયમાં સાવચેત કરવા માટે કરવામાં આવેલ પેટ્રોલિંગ વાહન ચેકીંગની જૂનાગઢ શહેરની જનતાને સુરક્ષીત સલામત રાખવા માટે પણ કાર્યવાર્હીં કરવામાં આવેલ  છે.

(1:10 pm IST)