Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ભેંસાણમાં નિઃશુલ્ક મેગા આયુષ નિદાન સારવાર કેમ્પમાં ૧૯૮૦ લોકોએ કેમ્પનો લાભ લીધો

જૂનાગઢ, તા.૨૮: જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા, જૂનાગઢ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢ દ્વારા સંયુકત રીતે ભેંસાણ મુકામે નિઃશુલ્ક મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૯૮૦ જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો.

જેમાં જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. મહેશ વારા, સરપંચશ્રી ભેસાણ ભુપતભાઇ ભાયાણી, જિલ્લા પંચાયત સમિતિ ચેરપર્સન લાભુબેન ગુજરાતી, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

આ કેમ્પમાં સાંધાના રોગો(અગ્નિકર્મ)ના ૬૦, સ્ત્રી રોગના ૩૨, બાળ રોગ ના ૧૨, લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડરના ૩૧, આયુર્વેદ જનરલ ઓપીડી ના ૧૩૦, હોમિયોપેથી જનરલ ના ૬૫, યોગ પ્રાણાયામ ૧૫૦, ઔષધિ પરિચય ૪૦૦, સ્વાસ્થય માર્ગદર્શન ૫૦૦, સંશમની વટી વિતરણ ૬૦૦ એમ કુલ ૧૯૮૦ લોકોએ લાભ લીધો હતો.આ પ્રસંગે યોગ નિષ્ણાંતો દ્વારા યોગાસન અને પ્રાણાયામ પણ શીખવવામાં આવ્યા હતા.તથા રોગપ્રતિરોધક શકિત વર્ધક ઉકાળો અને સંશમની વટી નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત, ઔષધિ પરિચય, સ્વાસ્થ્ય માર્ગદર્શન, ઋતુચર્યા શિક્ષણ પણ આપવામાં આવ્યું હતુ.જયારે રેન્ડમ બ્લડ સુગર ટેસ્ટ માં ૮૦ દર્દીએ લાભ લીધો.

જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.મહેશ વારાએ આ પ્રસંગે આયુર્વેદની પ્રાચીનતા છતાં સાંપ્રત સમયમાં સ્વાસ્થ્ય જાળવણી માટે આયુર્વેદની શ્રેષ્ઠતા વિશે જણાવ્યું હતું. તથા આયુર્વેદ, હોમીયોપેથી અને યોગ દ્વારા સ્વાસ્થ જાળવણી કાઈ રીતે કરી શકાય તેમઙ્ગ સમજાવ્યું હતું.તથા આ માટે જીલ્લા મા આવેલ આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાના નો લાભ લેવા જણાવ્યુ હતુ.

વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમ

કૃષિ યુનિવર્સિટી કૃષિ મહાવિદ્યાલય ખાતે વર્લ્ડ બેંક, આઈસીએઆર, ન્યુ દિલ્હી તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે સંસ્થાકીય વિકાસ યોજના (આઈડીપી) અંતર્ગત બી.એસ.સી. (હોનર્સ) એગ્રીકલ્ચર/હોર્ટીકલ્ચરના ૧૦૦ વિદ્યાર્થીઓ માટે તા.૨૬ થી ૩૦ ઓકટોબર ૨૦૨૧ના રોજ કોમર્સિયલ પ્લાન્ટ ટીસ્યુ કલ્ચર એઝ બીઝનેસ એન્ટરપ્ર્યુનરશીપ વિષય પર પાંચ દિવસીય વ્યાવસાયિક તાલીમ  કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ ડો.એન.કે.ગોટીયા, ડો.પી.એમ.ચૌહાણ સંશોધન નિયામક તથા પ્રોજેકટ પી.આઈ. ડો.આર.કે.માથુકીયા, કુલસચિવ ડો.એસ.જી.સાવલિયા, આચાર્ય અને ડીન તથા પ્રોજેકટના કો-પી.આઈ, કૃષિ મહાવિદ્યાલય ડો.વી.આર.માલમ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ ડો.પી.મોહનોત, સહ શંસોધન નિયામક તથા ડો.ડી.આર.મહેતા, પ્રાધ્યાપક અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી, જનીનવિદ્યા અને પાક સંવર્ધન, કૃ.મ.વિ. જૂનાગઢ વગેરે ઉદઘાટન પ્રસંગે હાજર રહી પોતાના વકતવ્યમાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આ તાલીમમાં મુખ્ય નિષ્ણાતો ડો.તન્મય પટેલ, મેનેજીંગ પાર્ટનર, ગંગામણી એગ્રીબાયોટેક, ગાંધીનગર ડો.એસ.દત્તા ગુપ્તા ફોર્મર પ્રોફેસર, આઇઆઇટી, ખરગપુર ડો.અર્પણ મોદી, વિઝીટીંગ સાયન્ટીસ્ટ, ઇઝરાયેલ તથા રવિ શાહ, સિનીયર રીસર્ચ એન્જીનીયર, સ્વીડન દ્વારા વિદ્યાર્થીઓને ટીસ્યુ કલ્ચર વિષય પર તાલીમ આપવામાં આવશે.

ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ

જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. આ હેતુને સુચારૂ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજય લલિતકલા અકાદમીની કચેરી તથા જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુકત રીતે એક ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ શહેર માટે તા.૨૮/૧૦/૨૦૨૧ના રોજ કાર્મેલ કોન્વેન્ટ સ્કુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે થશે. જયારે જૂનાગઢ ગ્રામ્ય માટે તા.૨૯/૧૦/૨૦૨૧ના રોજ ડેરવાણ પ્રાથમિક શાળા, ડેરવાણ ચોકી ખાતે શુભ આરંભ થશે.

પતંજલી યોગાસન સ્પર્ધા

જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા રાજયકક્ષાની પતંજલી યોગાસન સ્પર્ધા તા.૨૮/૧૦/૨૦૨૧ થી ૩૦/૧૦/૨૦૨૧ દરમિયાન તળપદા કોળી સમાજની વાડી, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે યોજાનાર છે. જેમાં દરેક જિલ્લામાંથી વિજેતા ખેલાડીઓ ભાગ લેશે. આ કાર્યક્રમનું ઉદ્દ્ધાટન તા.૨૯/૧૦/૨૦૨૧ના રોજ સવારે ૦૯-૩૦ કલાકે તળપદા કોળી સમાજની વાડી, ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે રાખેલ છે. તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડશે.

(1:10 pm IST)