Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોરબી સિરામિક ઉધોગના એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે વિદેશમંત્રી સાથે મુલાકાત કરી રજૂઆત કરાઈ.

મોરબી સિરામિક એસોના હોદેદારોએ સાંસદની ઉપસ્થિતિમાં દેશના વિદેશમંત્રી સાથે રૂબરૂ મુલાકાત યોજીને એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્ન મામલે રજૂઆત કરી હતી
મોરબી સિરામિક એસોની રજૂઆતને ધ્યાને લઈને સાંસદ મોહનભાઈ કુંડારિયા, સિરામિક એસો પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત, પરેશભાઈ ઘોડાસરા સહિતના અગ્રણીઓએ ન્યુ દિલ્હી ખાતે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે રૂબરૂ મૂલાકાત યોજવામાં આવી હતી જેમાં સિરામિક એસો દ્વારા જીસીસી દેશોના એન્ટી ડમ્પિંગ ડ્યુટીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને સરકાર એન્ટી ડમ્પિંગ ડ્યુટી મામલે ડીપ્લોમેટીક લેવેલ નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી જે પ્રશ્ન બાબતે વિદેશ મંત્રીએ હકારાત્મક વલણ દાખવીને પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા તત્પરતા દાખવી હતી

(11:22 am IST)