Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

શનીવારે જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરના શરદ મહોત્સવ દર્શન માટે દ્વાર ખુલશે

સોશ્યલ ડિસ્ટન્સ જળવવાની અપીલ કરતા કોઠારી પ્રેમસ્વરૂપદાસજી અને પી.પી.સ્વામી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૮ : જુનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી તા.૩૧ ઓકટોને શનીવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે શરદપૂર્ણિમાં નિમિતે શરદમહોત્સવ ઉજવાનાર છે.

મંદિરના કોઠારી શાસ્વામી પ્રેમસ્વરૂપદાસજી (પાવાગઢ) વાળા અનેકો સ્વ.પુરૂષોતમ પ્રકાશદાસજી (પીપીસ્વામી) એ જણાવ્યું હતું કે પ.પુ. રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી મંદિરના પટાગણમાં શરદ પૂર્ણિમાં નિમિતે અ.મુ.સ.મુ. ગુણાતીતાનંદ સ્વામીની જન્મ જયંતિ શ્રી હરિકૃષ્ણમહારાજ શ્રી રાધારમણદેવના સાનિધ્યમાં શરદ મહોત્સવ ઉજવાનાર છે.

જેમાં ગૌસેવા મહેર રાસ મંડળી કોટડા (પોરબંદર) રાસની રમઝટ બોલાવશે.

શ્રી પ્રેમ સ્વરૂપદાસજીએ વધુમાં જણાવેલ કે શનીવારથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે અને હાલમાં ઉતારા અન્નક્ષેત્ર સંપૂર્ણ બંધ રહેશે. તેમજ દર્શન દરરોજ સવારે પ-૩૦ કલાકથી બપોરે ૧ર વાગ્યા સુધી અને બપોરે ૩-૩૦ થી રાત્રે ૮-૩૦ સુધી ભાવિકો માટે ફુલ ટાઇમ દર્શન ખુલ્લા મુકાશે અને વર્તમાન કોરોનાની સ્થિતિને લઇ સૌ હરિભકતો દર્શનાર્થીઓએ સોશ્યલ ડીસ્ટન્ટ જાળવવા અને માસ્ક પેરી સરકારી ગાઇડ લાઇનનુ પાલન કરવા અંતમાં સ્વામાીએ અપીલ કરી છે કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન દેવનંદનદાસજી કોઠારી, પ્રેમસ્વરૂપદાસજી, પી.પી.સ્વામી ધર્મકિશોર સ્વામી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:47 pm IST)