Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

કાલાવાડ ગ્રામ્ય વિસ્તારના ગેંગરેપ, મોબાઇલ અને હોન્ડા ચોરીના ગુન્હામાં સામેલ મધ્ય પ્રદેશની 'ગંજીગેંગ' ઝબ્બેઃ ૪ આરોપી ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૮ :.. પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન તથા નાયબ પોલીસ અધિક્ષક જામ. ગ્રામ્ય વિભાગ કૃણાલ દેસાઇ તથા ધ્રોલ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર એ. જે. પટેલે પો. સ્ટે. વિસ્તારમાં થયેલ ગેંગરેપ તથા ચોરી ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીઓને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપેલ.

જે આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એફ. આઇ. આર. નં. ૦પ૯૧/ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૬(ડી), (એ), પ૦૬ (ર) તથા પોકસો એકટ કલમ ૪, ૮ મુજબ થયેલ ગેંગરેપ તથા પોકસો એકટ કલમ ૪, ૮, મુજબ થયેલ ગેંગરેપ તથા એફ. આઇ. આર. નં. ૦પ૯ર/ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૯, ૪૪૭ થયેલ મોબાઇલ ચોરી મુજબના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓનો પૂર્વે ગુન્હાહીત ઇતિહાસ ન હોય એટલે ગુન્હો શોધવા પડકારરૂપ હોય જેથી પો.સબ. ઇન્સ. એચ. વી. પટેલે સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ ટીમો બનાવેલ હોય જેમાં સર્વેલન્સ સ્કોડ તથા ટેકનીકલ સર્વેલન્સ એનાલીસીસ ટીમ તથા નિકાવા ઓ. પી. સ્ટાફ બધી ટીમોને અલગ-અલગ દિશામાં કામ કરી સદરહુ ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને શોધી કાઢવા માટે માર્ગદર્શન આપેલ હોય જે આધારે ટેકનીકલ સર્વેલન્સ એનાલીસીસ ટીમ નાઓને અમુક શંકાસ્પદ નંબરો મળેલ હોય જે આધારે તપાસ દરમ્યાન હકિકત મળેલ કે સદરહુ ગુન્હામાં સંડોવાયેલ આરોપી બહારના રાજય પરપ્રાંતીય ખેત મજૂરીના બહાને અત્રેના પો. સ્ટે. વિસ્તારમાં આવેલ હોય અને તે તમામ આરોપી ગંજીગેંગ તરીકે ઓળખાતી હોય અને હાલ તમામ ગંજીગેંગના આરોપી લબુકીયા ભાડુકીયા ગામની સીમમાં  આવેલ રમેશભાઇ કડવાભાઇની વાડીની બાજુમાં આવેલ ડેમ પાસે ભેગા થવાનો હોય જે તપાસ કરતા તમામ ગંજીગેંગના આરોપીને પકડી પાડેલ તમામ આરોપીઓની વારાફરતી પો. સબ. ઇન્સ. એચ. વી. પટેલ તથા સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ એસ. આર. ચાવડા તથા નીકાવા ઓ. પી. ઇન્ચાર્જ આર. વી. ગોહીલ યુકિત-પ્રયુકિતથી  ઇંટ્રોગેટ દ્વારા વારાફરતી ઉલટ સુલટ તપાસ કરતા તમામ આરોપી હિમત હારી જઇ કબુલાત આપેલ છે.

(૧) કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન એફ.આઇ. આર. નં. ૦પ૯૧/ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૬ (ડી)(એ), પ૦૬ (ર) તથા પોકસો એકટ કલમ ૪,૮ મુજબના ગેંગરેપ ગુન્હાના કામે સંડવાયેલા આરોપીના નામ.

(૧) દિનેશભાઇ કેરમસિંગ કટારીયા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી ગામ તા. જોબટ જી. અલીરાજપૂર મધ્ય પ્રદેશ (ર) હિમેન ચેતનસીંગ બગેલ જાતે આદિવાસી રહે. સીંગાલ ફળીયા પનેરી ગામ (૩) સુનીલ ગુલાબસિંગ અજનાર જાતે આદિવાસી રહે. વાંજીયા મુંગ ફળીયા બળીજીરી ગામ (ર) કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન એફ. આઇ. આર. નં. ઓ. ૦પ૯ર- ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૯, ૪૪૭ મુજબના મોબાઇલ ચોરી ગુન્હાના કામે સંડવાયેલા આરોપીના નામ તથા કબ્જે કરેલ મુદામાલ (૧) દિનેશભાઇ કેરમસિંગ કટારીયા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી ગામ (ર) થાનસિંગ ઉર્ફે હરેશ હિરૂભાઇ મેહડા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી ગામ (૩) હિમેન ચેતનસીંગ બગેલજાતે આદિવાસી રહે. સીંગાલ ફળીયા પનેરી ગામ કબ્જે કરેલ મુદામાલ

(૧) સેમસંગ-જે-ર મોબાઇલ ફોન કિં. રૂ. ૩પ૦૦, (ર) સેમસંગ કંપનીનો મો. ફોન કિ. પ૦૦૦, (૩) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન એફ. આઇ. આર. નં. ઓ. ૦પ૦૩-ર૦ર૦ આઇ. પી. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે થયેલ મોટર સાયકલ ચોરીનાં સંડવાયેલા આરોપીના નામ તથા કબ્જે કરેલ મુદામાલ.

(૧) દિનેશભાઇ કેરમસિંગ કટારીયા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી (ર) થાનસીંગ ઉર્ફે હરેશ હિરૂભાઇ મેહડા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી.

કબ્જે કરેલ મુદામાલ. (૧) હિરો-હોન્ડા સ્પ્લેન્ડર પ્રો. મો. સા. કાળા કલરનું મો. સા. જેના રજી. જીજે-૦૩ ડીએમ ૯પ૧૯ કિ. રૂ. ૧પ૦૦૦, (૪) કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન એફ. આઇ. આર. નં. ઓ. ૦પ૦૪-ર૦ર૦ આઇ. પી. સી. કલમ ૩૭૯ મુજબના ગુન્હાના કામે થયેલ મોટર સાયકલ ચોરીન સંડવાયેલા આરોપીના નામ તથા કબ્જે કરેલ મુદામાલ. (૧) દિનેશભાઇ કેરમસિંગ કટારીયા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી ગામ (ર) થાનસિંગ ઉર્ફે હરેશ હિરૂભાઇ મેહડા જાતે આદિવાસી રહે. ખાડા ફળીયા ચોહલી.

કબ્જે કરેલ મુદામાલ (૧) હિરો સ્પ્લેન્ડર  પ્લસ બ્લેક પટાવાળુ, મો. સા. જેના રજી. જીજે-૧૦ સીએચ. ૦૭૧૪ કિ. રૂ. ૩૦,૦૦૦ જે કુલ મળી મુદામાલ કિ. રૂ. પ૩,પ૦૦ કબ્જે કરેલ છે.

સદરહુ ગુન્હામાં પકડાયેલ તમામ આરોપી બહારના રાજયમાંથી ખેત મજૂરીના કામે આવી વાડી વિસ્તારમાં રોકાય ગંજીગેંગ બનાવી તમામ આરોપી રાત્રી દરમ્યન મહેફીલ માણી વાડી વિસ્તારમાં આવેલ મકાનમાંથી મો. ચોરી કરવી તથા રાત્રી દરમ્યાન સુમસામ વિસ્તરમાંથી ડુપ્લીકેટ ચાવી થી હોન્ડા ચોરી કરી પાણી ભરેલ ચેક ડેમ  તથા નદીમાં અંદર સંતાડવાની ટેવ વાળા છે.

આ કામગીરી પી. એસ. આઇ. એચ. વી. પટેલ, તથા એ. એસ.આઇ. પી. પી. જાડેજા સર્વેલન્સ સ્કોડ એ. એસ. આઇ. એસ. આર. ચાવડા તથા પી. સી. અલ્તાફભાઇ તારમામદભાઇ સમા તથા પી. સી. વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજા ટેકનીકલ સર્વેલન્સ ટીમ પી. સી. યુવરાજસિંહ જટુભા જાડેજા તથા પી. સી. મેરૂભાઇ વેલજીભાઇ ભુંડીયા, તથા પી. સી. કુલદીપસિંહ ફુલુભા પરમાર નિકાવા ઓ. પી. સ્ટાફ એચ. સી. આર. વી. ગોહીલ તથા પી. સી. માલદેવસિંહ ઝાલા તથા પી. સી. રવિરાજસિંહ જાડેજા તથા પી. સી. મયુરસિંહ જાડેજા તથા પી. સી. ભયપાલસિંહ જાડેજાએ કરી હતી. 

(11:39 am IST)