Gujarati News

Gujarati News

News of Wednesday, 28th October 2020

જસદણની સરકારી હોસ્પિટલમાં કોરોનામુકિત અર્થે ગાયત્રીયજ્ઞ યોજાયો

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨૮ : નિૅંસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્વારા કોરોનાનો ભોગ બનેલા નિર્દોષ આત્માની શાંતિ અને કોરોના મુકત જસદણની પ્રાર્થના સાથે જસદણની સરકારી હોસ્પિટલના પટણાગણમાં જસદણ રાજવી પરિવારના સત્યજીતકુમાર ખાચરના યજમાન પદે  ગાયત્રી યજ્ઞઙ્ખનું આયોજન કરવામાં આવ્યું હતુ. ઈતની શકિત હમે દેના દાતા.. પ્રાર્થના ગીત ગાન કરી ગાયત્રી યજ્ઞની શરૂઆત કરતા ગાયત્રી પરિવાર ગોંડલના ભરતસિંહજી જાડેજા, નરસિંહભાઈ વેકરીયા, જસદણના હેતલબેન રાદડીયા, ચંપાબેન સાપરા, મંજુબેન ઝાંપડીયા દ્વરા શાસ્ત્રોકત વિધી અને મંત્રોચ્ચાર થી ગાયત્રી યજ્ઞ સંપન્ન થયો હતો. નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંદ્યવીએ યજ્ઞના યજમાન સત્યજીતકુમાર ખાચરને સન્માનીત કરતા જણાવ્યું હતું કે અમારી સંસ્થાના સેવાયજ્ઞની જયોત કાયમી ધોરણે પ્રજવલિત રહે તે માટેની અમારી પૂરતી તૈયારી છે.

હોસ્પિટલના અધિક્ષક ડો. આર એમ મૈત્રી, આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલ, ડો. સુનિલભાઈ મકવાણા, ડો. નિલેષભાઈ બાંભણીયા, ડો. રાજેશભાઈ ભુવા, ભગવતીબેન વાછાણી, આસ્તિકભાઈ મહેતા, આલોકભાઈ ડાબસરા, પરશુરામભાઈ કુબાવત, જસદણ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અશોકભાઈ ધાધલ, ચંદ્રકાંતભાઈ ભટ્ટ, અનંતભાઈ દવે, નિરજભાઈ શર્મા, કિશોરભાઈ છાયાણી, સંજયભાઈ મહેતા, મયુરભાઈ હિરપરા, ગજેન્દ્રભાઈ રામાણી, સુરેશભાઈ ધોળકીયા, આશિષભાઈ સોમૈયા, અશોકભાઈ મહેતા, ભરતભાઈ જનાણી, ગોપીભાઈ ભલસોડ, હિતેશભાઈ જોષી, મહેન્દ્રભાઈ ખુમાણ ગૌતમભાઈ પારકર,દિનેશભાઈ ભેંસજાળીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન નિૅંસ્વાર્થ સેવા સમિતિના હર્ષાબેન ચાવડા, ડિમ્પલબેન સંદ્યવી, એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિએ કર્યું હતુ તેમજ આભાર વિધી હર્ષદભાઈ ઉપાધ્યાય કરી હતી. વલ્લભભાઈ જીંજુવાડીયા હસમુખભાઈ મકવાણા રમેશભાઈ જેસાણી હરેશભાઈ શેઠ વિજયભાઈ ચૌહાણ ગીતાબેન મકવાણા હિમાંશીબેન ઝાંપડીયા એકતાબેન વદ્યાસીયાએ જહેમત ઉઠાવી હતી. ગાયત્રી યજ્ઞમાં વહીવટી તંત્રની સુચના અનુસાર તમામ પ્રકારના નિયમોનું પાલન કરતા દર્દીઓ તેમજ આમંત્રિત મહેમાનો માટે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવી હતી.(

(11:34 am IST)
  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • જપ્ત કરેલા ટ્રેઈલરોની ચોરી કરી વહેંચી મારવા સબબ 'ઈડી'ના ટોચના અધિકારીઓ સહિત ૫ની ધરપકડઃ સુરતની એક પેઢી પાસેથી દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલ 'ટ્રેઈલરો'ની ચોરી કરી વહેંચી નાખવાના પ્રયાસો સબબ એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ઈડી)ના ડેપ્યુટી ડાયરેકટર સહિત ૫ની ધરપકડ કરવામાં આવી છે : તેમાંથી મુંબઈના ઈડીના એક બાતમીદાર સહિત ૩ લોકોનો સમાવેશ થાય છે જેમને સુરતની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે જયારે 'ઈડી'ના વધુ બે ઓફીસરોની ધરપકડ હજુ બાકી છે access_time 12:40 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 42,714 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 79,88,783 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,10,345 થયા:વધુ 58,006 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 72,57,022 રિકવર થયા :વધુ 509 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,053 થયો access_time 1:08 am IST