Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

અમરેલીમાં યુવતિ ઉપર સામૂહિક દુષ્કર્મ ગુજારનારા શખ્સોની શોધખોળ

અમરેલી, તા. ર૮ : અમદાવાદ ખાતે પ્રથમ તેના માસીના પુત્ર પિયુષ લાલજી ખોડા જાદવ નામના શખ્સે ગુપ્ત મૈયુન કરાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ યુવતીના બોય ફ્રેન્ડ જુનાગઢ જિલ્લાના સરસઇના મહાવીર વાળા નામના શખ્સે અપહરણ કરી કારમાં જુદી જુદી જગ્યાએ બળાત્કાર ગુજાર્યો હતો. આ બન્ને શખ્સોએ માર પણ માર્યો હતો.. ત્યાર બાદ અમરેલીમાં રવીરાજ ઉર્ફે રાજા કાઠી, ટીંબાનો કુલદીપ કાઠી, લાલો ધાખડા, તેજસ જેબલીયા નામના શખસોએ પોતાની કાર સહિત જુદી જુદી જગ્યાએ લઇ જઇ ધમકી આપી સુષ્ટિ વિરૂદ્ધ કૃત્ય ગુજારી બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(3:25 pm IST)