Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પોરબંદર કીર્તિમંદિરમાં તારક મહેતા કા સીરીયલની ટપુ સેના આવીઃ ગાંધી સંદેશ ઉપર શુટીંગ કર્યુ

સ્વદેશી અપનાવો દેશ બચાવો ના નારા સાથે શુટીંગઃ ગાંધી જયંતીએ એપીસોડ પ્રસારીત કરાશે

પોરબંદર, તા.૨૮: તારક મહેતાના ઉલટા ચશ્મા સીરીયલની ટપુ સેનાના કલાકારોની ટીમ સવારે કીર્તિમંદિરે આવી હતી અને ગાંધી સંદેશ ઉપર શુટીંગ કર્યુ હતું. કલાકારોએ સ્વદેશી અપનાવો દેશ બચાવોના નારા લગાવીને શુટીંગ શરૂ કર્યુ હતું.

ટપુસેનાના તમામ કલાકારોએ ખાદીનાં કપડા પહેર્યા હતા. ટપુસેનાના ટપુ, ભીંડે, ચંપક કાકા, સોનુ વગેરે જોડાયા હતાં. સીરીયલમાં હળવી રમૂજ સાથે ગાંધીજીના સ્વચ્છતા, અહિંસા, સ્વદેશી અપનાવો સંદેશ અપાય છે. કીર્તિમંદિરમાં શુટીંગ પુર્ણ કરીને પોરબંદર ગ્રામ્ય વિસ્તારમાં જવા તારક મહેતા... સીરીયલની ટીમ રવાના થઇ હતી.

(1:36 pm IST)