Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભા પાક બળી જવાની દહેશતઃ એક જ દિવસમાં ૩.૫ ઇંચ વરસાદઃ અનેક ક્રોજવે પાણીમાં તણાયાઃ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા... ખેતરો ગળાડૂબ પાણીમાં

વઢવાણ,તા.૨૮: સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે માસ થી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ આગવ પણ વરસાદ જિલ્લામાં સારો એવો વર્ષયો છે.ત્યારે જિલ્લામાં ખાબકેલા વરસાદની અસર એ થઇ છે કે અહી આવેલા જિલ્લાના તમામ ડેમો અને જળાશયો ઓવરફ્લો બન્યા છે.ત્યારે જિલ્લા માં સતત વરસાદ એ જિલ્લા માં તારાજી સર્જી છે. ત્યારે વધુ પડતા વરસાદ ના પગલે જિલ્લા માં ભારે એવું નુકસાન થયું છે. જિલ્લા ના મોટા ભાગ ના રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ કરાબ અને વરસાદ ના પગલે ધોવાયા છે.

સતત વરસાદ ના પગલે જિલ્લા માં રોગચાળા એ પણ માઝામુકી છે.જિલ્લા ની તમામ હોસ્પિટલમાં રોજ ના ૩૦૦ થી વધારે કેસો હોય છે.જેમાં સૌથી વધુ હોર્મોન્સ દ્યટી જાવા ના અને ડેંગ્યુ ના કેસો વધુ પડતા સામે આવી રહા છે.ત્યારે જિલ્લા ની હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાઈ ગઈ છે.

જિલ્લા થયેલા વરસાદનું પાણી ના કારણે તમામ જળાશયો અને ડેમો ઓવરફ્લો બન્યા છે. ત્યારે હજુ ધીમે ધીમે પાણીનો આવરો વધી રહ્યો છે. મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. ત્યારે હાલ સુધી માં જિલ્લા માં સાર્વત્રિક મેઘ મહેર બાદ જિલ્લા માં તારાજી સર્જાઈ છે.ત્યારે જિલ્લા ના ખેડૂતોના ઉભા પાકમાં પાણીનો ભરાવો થવાના કારણે હાલ ખેડૂતોના મોલ બળવા લાગ્યા છે.

જિલ્લાના ખેડૂતો હંમેશા આ વાતનો જ ડર સતાવતો હતો તેજ અંતે થયું વરસાદના લીધે ખેતરો પાણીમાં ગરકાવના હાલ બન્યા છે.જિલ્લાના વઢવાનના અનેક ગામોમાં.ખેડૂતોને પોતના ખેતરો માં જવું મુશ્કેલ બન્યું છે. ત્યારે જિલ્લા ના વઢવાણ પંથક ના ખેતરોમાં માત્રને માત્ર પાણી જ નજરે પડી રહ્યું છે. આ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ લાવીને વાવ્યું હતું પરંતુ ખેડૂતોને હવે પડતા પર પાટું વાગ્યું છે.અને ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. જેનું મુખ્ય કારણ છે વરસાદ છે.

આગામી સમય માં હજુ પણ વધુ વરસાદ પડશે તો જિલ્લા ના ઉભા પાક બળી જવા ની દહેશત ઉભી થશે.ત્યારે હાલ ખેડૂતો દવારા ઈશ્વર પાસે વરસાદ રોકવા પરથના કરવા માં આવી રહી છે.

વરસાદ રહે તે માટે મુસ્લિમો દ્વાારા જુમ્મા ની નમાઝ અદ્દદા કરી ખાસ દુઆઓમાંગવા માં આવી..

સુરેન્દ્રનગર જિલ્લા માં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદે તારાજી સર્જી છે.જિલ્લા માં વરસાદ ના પગલે તમામ જળાશયો ઓવરફ્લો બન્યા છે.ત્યારે તેના પગલે જિલ્લા માં નદીઓ અને નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.

જિલ્લા ના ખેડૂતો ના ખેતરો પાણી માં ગળે દુબ છે.ત્યારે પાક નિષ્ફળ જવા ના અને જિલ્લાના લીલો દુષ્કાળ પડવાના એધાણ વર્તાઈ રહા છે.ત્યારે આજે મુસ્લિમ નમાંઝીઓ દવારા વરસાદ રહે તે માટે ખાસ દુઆઓ માંગવા માં આવી હતી..

સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદે માઝા મૂકી છે.સતત વરસાદ ના પગલે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રોગ ચાળો વકર્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની તમામ હોસ્પિલો દર્દીઓ થી ખદબદી રહી છે.ખાસ કરી ડેંગ્યુ અને મેલેરિયા ના કેસો વધુ છે.

 જિલ્લા ની એક પણ હોસ્પિટલમાં એક પણ બેડ નથી.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા માં આવેલી c. j હોસ્પિટલ દવારા માનવતા નું કાર્ય કરવા માં આવ્યુ છે.સુરેન્દ્રનગર જિલ્લા ની c. j હોસ્પિટલ પાસે વિશાલ જગ્યા છે અને અનેક જુના વોર્ડ બન્ધ હાલત માં હતા.

રોગચાળો હોવાના કારણે હોસ્પિટલના ટ્રસ્ટીઓએ આ વોર્ડ તાત્કાલિક ખોલી માનવતા નું અતિ ઉત્ત્।મ ઉદાહરણ પૂરું પાડીયું છે.

ચોટીલાના ખેરડી ગામે અનરાધાર વરસાદ

ખેરડી ગામ બન્યુ સંપર્ક વિહોણું દર વર્ષ ચોમાસામાં શહેર તરફ જતો રસ્તા પર બેઠા પુલ હોવાથી ઉપરવાસમાં વરસાદ હોવાથી દ્યોડાપૂર આવતું હોય છે ત્યારે લોકો ને પડે છે મુશ્કેલી અનેક વાર તંત્રને નાળું બનાવા રજુઆત કરવા સતા તંત્ર નથીં લેતું ધ્યાનમાં....

નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) -વ- સભ્ય સચિવશ્રી (DLMCકમીટી) સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેપ્રધાનમંત્રી ફસલ બીમા યોજના(PMFBY)માં સ્થાનિક આપત્ત્િ। (ખેતરમાં પાણી ભરાવાના કારણે) પાક નુકશાની થયેલ હોય તે જે ખેડુતોએ પાકનો વિમો લીધેલ હોય તેમને ૪૮ કલાકની અંદર પાક નુકશાનીની જાણ કરવાની રહેશે. જાણ કરવા માટે તાલુકાકક્ષાની (યુનીવર્સલ સોમ્પો જનરલ ઈન્શ્યુરન્સ કંપની લી.) વિમા કંપની ઓફીસે અથવા તાલુકાકક્ષાની ખેતીવાડી ઓફીસે ખેડુતોએ અરજી સાથે પાક વીમા લીધેલના આધાર-પુરાવા રજુ કરવાના રહેશે.

(1:36 pm IST)