Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું પૂ. મોરારીબાપુ-વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં ખાતમુહુર્ત કરાશે

યુવા ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા લોકોના આરોગ્ય માટે આધુનિક હોસ્પિટલ બનાવશે

રાજુલા, તા. ર૮ :  રાજુલાના યુવા ધારાસભ્ય અંબરીષ ડેરે ચૂંટણી પહેલા પોતાના ૧૧ વિચાર લોકો સમક્ષ રજુ કર્યા હતા તેમાનો એક વિચાર રાજુલામાં અપુરતી આરોગ્ય સેવાઓથી પરેશાની અનુભવતા રાજુલા, જાફરાબાદ અને ખાંભા શહેર અને તાલુકાના ગામોમાં વસ્તા ૪ાા લાખની માનવવસ્તીને ર્સ્પશતો આ મહત્વપૂર્ણ વિચાર હતો તેમનો વિચાર હતો કે રાજુલામાં એક જ સ્થળેથી તમામ દર્દોના દર્દીઓને નિઃશિલ્ક સારવાર પીઢ, અનુભવી અને સેવાભાવી ડોકટરો દ્વારા મળી રહે કે જેથી નાના-મોટા કેસોમાં અહીંથી રીફર કરવામાં આવતા દર્દીઓ અને તેના પરિવાર જનોને આર્થિક મુશ્કેલી ન અનુભવવી પડે અને પિડીત દર્દીઓને સમયસરની સારવાર સહેલાઇ સાથે નિઃશુલ્ક મળી રહે અંબરીષ ડેરે વ્યકત કરેલો આ વિચાર ૩ ઓકટોમ્બરે સાકાર થવા જઇ રહ્યો છે.

પૂ. મોરારીબાપુના હસ્તે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના નવા બિલ્ડીંગ ની ખાતમુહૂર્ત વિધી સંપન્ન થશે અને આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી શોભાવશે નવું જે બિલ્ડીંગ બની રહ્યું છે તેમાં ૩૦ હજાર બાંધકામ ગ્રાઉન્ડ ફલોર અને સેકન્ડ ફલોર પર થવાનું છે જેમાં પ૦ થી વધુ આધુનિક સુવિધા ધરાવતા  રૂમો બનશે અને ૧૦૦ બેડની એક નવી આધુનિક હોસ્પિટલનુંં નિર્માણ થશે જેમાં રાજુલા-જાફરબાદ અને ખાંભા શહેર-તાલુકાના ૪ાા લાખની માનવસ્તીને નિઃશુલ્ક તમામ રોગોની સારાવર મળશે.

અંબરીષ ડેરે જણાવ્યું હતું કે આ શુભ કાર્યમાં પૂ. મોરારી બાપુના આર્શીવાદ ખમારી સાથે હતા અને રાજુલાના સપુત પૂર્વ રાજયના ચીફ સેક્રેટરી પી.કે. લહેરીનો સહયોગ હતો.

રાજુલા શહેરને સંપુર્ણ સુવિધા સભર અને વિકાસલક્ષી શહેર બનાવવાનું સોનેરી સ્વપ્ન કનુભાઇ લહેરીએ સેવ્યું હતું. ૧૯પરમાં તેઓ સૌરાષ્ટ્ર વિધાનસભામાં સભ્ય હતા તો ૧૯પ૬માં દ્વિભાષી મુંબઇ વિધાનસભામાં તેઓ બિરાજમાન હતા ત્યાર પછી તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તે જમાનામાં હતા અને તેમના પ્રયાસોથી રાજુલા ખાતે વિશાળ જગ્યામાં ઉદ્યોગમંદિર બન્યું હતું. 

રાજુલામાં બનેલી વ્યાયામ શાળા ૧૯પ૪માં બનેલી ભુતા વોરા સરકારી હોસ્પીટલ, ગાંધીમંદિર, પુર્વ સનદી અધિકારી અને રાજયના પુર્વ ચીફ સેક્રેટરી પ્રવિણભાઇ લહેરી, કનુભાઇ લહેરીના સપુત છે તેમને તો રાજુલાની સેવા કરવાની પ્રેરણા લોહીમાંથી મળી છે. પ્રવિણભાઇ લહેરીનું મુંબઇ સ્થિત રાજુલાના ઉદ્યોગપિતઓ અને શ્રેષ્ઠ-શ્રેષ્ઠીઓમાં અદકેરૂ માનભર્યુ સ્થાન છે તેમણે આ હોસ્પીટલના નિર્માણ માટે મુંબઇના અનિલભાઇ શેઠ, અજયભાઇ મહેતાનો સહયોગ મેળવ્યો અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઇ આહીર દ્વારા અહી બનનારી હોસ્પીટલ માટે ભુમીદાન મળતા અંબરીષ ડેરે સેવેલું સ્વપ્ન સાકાર થયું. તા.૩ જી ઓકટોબરે રાજુલા ખાતે બનનારી મહાત્મા ગાંધી આરોગય મંદિરનું ખાતુમુહર્ત  થશે. ત્યાર બાદ યુધ્ધના ધોરણે બાંધકામ શરૂ થશે.

કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા , મનસુખભાઇ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, દિલીપભાઇ સંઘાણી, પુનમબેન માડમ, નારણભાઇ કાછડીયા, ભરતભાઇ ડાંગર, વાસણભાઇ આહીર, ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા) હિરાભાઇ સોલંકી સહીતના જિલ્લાભરના ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ કક્ષાના કોંગ્રેસી આગેવાનો મોટી સંખ્યામાં આ શુભદિને ઉપસ્થિત રહેવાના છે. શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ વતી અનિલભાઇ નંદલાલ મહેતા, પ્રવિણભાઇ લહેરી, અજયભાઇ મહેતા, હરેશભાઇ મહેતા, માયાભાઇ આહીર, બીપીનભાઇ લહેરી અને અંબરીષ ડેરે આ પાવન સેવાલક્ષી કાર્યક્રમમાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા શહેર-તાલુકાના આગેવાનો અને આમ જનતાને ઉપસ્થિત રહેવા આહવાન કર્યુ છે. (

(1:25 pm IST)