Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

રાત્રિસભા દ્વારા સરકારી યોજનાઓનો લાભ ગ્રામીણ લોકો સુધી પહોંચાડીએઃ નરેન્દ્રકુમાર મીના

કલ્યાણપુરના હડમતિયામાં સભા પ્રસંગે જિલ્લા કલેકટરનું ઉદ્દબોધન

દ્વારકા તા. ર૮: કલ્યાણપુર તાલુકાના હડમતિયા ગામમાં યોજાયેલ રાત્રિસભા પ્રસંગે જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ રાત્રિસભા જેવા કાર્યક્રમો દ્વારા સરકારી યોજનાઓનો લાભ ગ્રામીણ લોકો સુધી પહોશ્ર(ંચાડવા માટે તંત્રને અનુરોધ કર્યો હતો.

કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, રાત્રીસભા દ્વારા ગલામ લોકોને યોજનાકીય લાભ પહોંચાડવાનો છે. સરકાર તમારે દ્વાર દ્વારા ગામનાં કોઇ પ્રશ્નો પેન્ડીંગ હોય અને જિલ્લા વહિવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિતિમાંજ આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેવા પ્રયત્નો આ રાજય સરકાર કરી રહી છે. આ ગામ સ્વચ્છ બને પ્લાસ્ટીક મુકત બને તેમાં ગામે સહયોગ કરવાનો છે. તેમજ વધુમાં કહ્યું કે તમામ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે તે પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવામાં આવશે.

રાત્રીસભામાં દેવભૂમી દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. જે. જાડેજા, ડી. આર.ડી.એ. નિયામકશ્રી વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વાઢેર વગેરે ઉપસ્થિત હતા.

(11:49 am IST)