Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

કાલથી નવરાત્રીનો પ્રારંભઃ રાસ-ગરબાની રંગત જામશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં માતાજીની આરાધના માટે ભાવિકો દ્વારા અનુષ્ઠાનઃ અર્વાચીન-પ્રાચીન રાસોત્સવમાં રમઝટ

રાજકોટ તા.૨૮: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા કાલથી નવલા નોરતાનો પ્રારંભ થશે. અને રાસ-ગરબાની રંગત જામશે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભાવિકો દ્વારા માતાજીની આરાધના માટે અનુષ્ઠાન કરવામાં આવશે અને પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં રમઝટ બોલશે.

ઉપલેટા

છેલ્લા ૪૦ થી વધુ વર્ષથી અવિરતપણે ચાલતી દેશની પૂરાણી ધાર્મિક સંસ્કૃતિને ઉજાગર કરતી ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ તથા નવયુગ યુવા ગ્રુપ દ્વારા નવયુગ ગરબી દર વર્ષે નવરાત્રી મહોત્સવ ખુબજ ભકિતભાવ પુર્વક ધામધુમથી ઉજવે છે સાથે સાથે ધર્મભકિત અને રાષ્ટ્રભકિતનો સુમેળ કર્યો છે આજ ના ડીસ્કો પાર્ટી પ્લોટના યુગમાં પ્રેકટીસ કરી નાની નાની બાળાઓ મંડપમાં રાસ રમતી એ ગરબીઓ લુપ્ત થતી જાય છે બંધ થતી જાય છે ત્યારે નવયુગ ગરબીએ આજે પણ એ જુના રીતે રીવાજ મુજબની એક મહિના સુધી જુદા જુદા પ્રાચીન રાસની પ્રેકટીસ કરાવી સંગતીમાં પણ આધુનીક સંગતીના સાધનોને બદલે હારમોનીયમ, ઢોલ,તબલા,સાથે રાસ રમાડવાની પરંપરા જાળવી રાખી છે આવી ગરબી ઉપલેટામાં હાલમાં એકમાત્ર ગરબી રહી છે.

ઙ્ગછેલ્લા એકાદ માસથી પ્રેકટીસ કરી માતાજીની આરાધના કરે છે આ ઉપરાંત ૩૦ થી વધુ નાના નાના બાળકોનો વેશભુષાનો ફેન્સી રાસ પણ તૈયાર કરવામાં આવ્યો છે જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે ઉપરાંત ડાકલાના કાળી ડાંડીના ડમરાના આકર્ષક રાસમાં લોબાનના ધુપ વચ્ચે આ રાસમાં માતાજી દ્વારા મહીસાસુર રાક્ષસનો વધ તથા રાષ્ટ્રભકિતનું ગીત 'આ દેશની ધરતી પર એવા હતા નરબંકા'નો રાસ પણ જોવો એ એક લ્હાવો છે ગરબીમાં રમતી તમામ બાળાઓને રોજે રોજે જુદા જુદા રંગબેરંગી આકર્ષક ડીઝાઇનના ડ્રેસ અને ગાયક સૌરાષ્ટ્રના નામાંકતી સંગીત કલાકારોના સથવારે પ્રાચીન અને અર્વાચીન રાસની રમઝટ જોવા દર વર્ષની જેમ ઉપલેટાની કલાપ્રેમી અને ધાર્મિક જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

આ ગરબીમાં મુખ્ય સંગીતકાર અને ગાયકો પત્રકાર પરિવાર છે જે બારે રંગત જમાવે છે તેમજ દરરોજ શહેરના જુદા જુદા આગેવાનો દ્વારા શાસ્ત્રોકત વિધીથી પુજન અર્ચન કરવામાં આવે છે.

(11:40 am IST)