Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

ભાવનગર શહેર ગ્રામ્યના રસ્તાઓ પ્રશ્ને જાતમાહિતી મેળવતા મંત્રી ચુડાસમા

 ભાવનગર, તા.૨૮: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચના અનુસાર ભાવનગર શહેરના સરકીટ હાઉસ ખાતે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ભાવનગર શહેર તથા ગ્રામ્યના રસ્તાઓ અંગે સંબંધિત અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ જિલ્લાના રસ્તાઓના કામો સત્વરે પૂર્ણ કરવા, ચોમાસાના કારણે નુકશાન પામેલ રસ્તાઓનું સમારકામ હાથ ધરવા, પેચવર્કમાં પહેલા અને પછી ફોટોગ્રાફી કરવી, સમયમર્યાદામાં રસ્તા રીપેરીંગ કરવા, કામ ચાલુ હોય તે સાઇટનું સતત નિરીક્ષણ કરવું તેમજ કોઈ કોન્ટ્રાકટર ગેરરીતિ ન કરે તે જોવા તાકીદ કરી હતી અને જો કોઈ મુશ્કેલી જણાય તો સરકારશ્રીમાં રજૂઆત કરવા જણાવ્યું હતું.

આ બેઠકમા મહુવાના ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, મેયર મનહરભાઇ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી વકતુબેન મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, બાંધકામ સમિતીના ચેરમેન ગૌતમ બારૈયા, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, મહાનગરપાલિકાના કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર યોગેશ નીરગુડે, નિવાસી અધીક કલેકટર ઉમેશ વ્યાસ, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ,પંચાયત તથા નેશનલ હાઇવે ઓથોરીટીના કાર્યપાલક ઇજનેરશ્રીઓ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:38 am IST)