Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

યુવા પેઢીને વિશ્વાસુ જવાબદાર, પ્રામણિક, દેશભકત બનવા શિક્ષણમંત્રીની ટકોર

ગાર્ગી મહિલા છાત્રાવાસ અને પાતંજલ યોગભવનનું ભુમિપૂજન પ્રસંગ્રે ચુડાસમાનું પ્રેરક ઉદબોધન

પ્રભાસ પાટણ,તા.૨૮:સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૩મા યુવક મહોત્સવમાં અંતિમ દિવસે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને મહાનુભાવોના હસ્તે યુનિ.ના પરિસરમાં ગાર્ગી મહિલા છાત્રાવાસ અનેઙ્ગ પાતંજલ યોગભવનનુ ભુમિપુજન કર્યું હતું.

આ સમારોહમાં શિક્ષણમંત્રચુડાસમાએ ગુજરાત સરકાર વતી રમતગમત અને યોગ ક્ષેત્રે ગુજરાતનુ નામ રોશન કરનાર બંને દીકરીઓ કિંજલ વાળા અને અલ્પા વાળાને અને તેમના પરિવારને અભિનંદન પાઠવીઙ્ગ યુવક મહોત્સવમાં ભાગ લેનાર તમામ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા

આ પ્રસંગે કહ્યું કે માત્ર ૧૪ વર્ષના ટૂંકા ગાળામાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ સંસ્કૃત અધ્યયન-અધ્યાપન ક્ષેત્રે કરેલ નોંધપાત્ર સફળતા મેળવી છે . શિક્ષણ વિભાગે આ યુનિવર્સિટીને સંસ્કૃતના ઉત્થાન હેતુ રૂ.૫.૭૨કરોડ ફાળવ્યાં તેમ જણાવ્યું હતુ. અરુણીમા સિંહાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે પગ તૂટ્યા પછી પણ માઉન્ટ એવરેસ્ટ સર કરવાની આંતરિક પ્રબળ ઈચ્છાએ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. જેના આદર્શ સ્વામી વિવેકાનંદ છે. મંત્રીશ્રીએ વિધાર્થીઓેને શીખ આપતા કહ્યું કે, વિશ્રાસુ, જવાબદાર, પ્રમાણિક અને દેશભકત બનવા અનુરોધ કર્યો હતો.

સાંસદશ્રી રાજેશ ચુડાસમાએ આ કાર્યક્રમમાં સન્માનિત થયેલ બન્ને દિકરીઓમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક કલા-શકિતઓને ખીલવવા સૌને અનુરોધ કર્યો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ સૌનાં શાબ્દિક સ્વાગત કરી સર્વે યુવક ભાઈ બહેનોને તેમના પથ પર આગળ વધવા અપીલ કરી હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિ ડો. અર્જૂનસિંહ રાણાએ અત્રેની યુનિવર્સિટીનો આભાર વ્યકત કરતાં કહ્યું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફીટ ઇન્ડીયા ઝુંબેશમાં જોડાવવા ઉપસ્થિત સૌને હાંકલ કરી ગુજરાત સરકારની રમત-ગમતની વિવિધ યોજનાઓથી સૌને માહિતગાર કર્યાં હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી ૧૫૦ વૃક્ષોનું રોપણ કર્યું હતું. યોગ વિભાગની વિદ્યાર્થીનીઓએ યોગ પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યાં હતા. મંચસ્થ મહાનુભાવોએ તમામ વિજેતાઓને મેડલો અને પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કર્યા હતા.

ગાર્ગી મહિલા છાત્રાવાસ અને પાતંજલ યોગ ભવન નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ. ૧૧,૮૨,૨૪,૨૦૩/- છે,જે રાજય સરકારશ્રીએ અનુદાનિત કરેલ છે. આ સાથે યુનિવર્સિટીમાં એપ્રોચ રોડ,પાર્કિંગ શેડ, સંપ, પ્લીંથ રક્ષણ, પ્લાસ્ટરીંગ વગેરે હેતુ સરકારશ્રીએ રૂ.૬૨,૫૮,૨૨૨/- ફાળવેલ છે.ત્રિવેણી પ્રાશાસનિક ભવનના રિનોવેશન તથા કલરકામ હેતુ સરકારશ્રીએ રૂ.૧૮,૮૩,૫૮૦/- અત્રેની યુનિવર્સિટીને ફાળવેલ છે.

આ યુવક મહોત્સવમાં રંગોળી સ્પર્ધા, ગૃપ ડાન્સ,મોનો એકટિંગ, શોર્ટ પુટ, ડિસ્ક થ્રો, વોલીબોલ, કબડ્ડી,બેડમિન્ટન, ચેસ, ૧૦૦/૨૦૦/૪૦૦/૧૫૦૦ મીટર દોડ સ્પર્દ્યા, રેસલિંગ સહિતની ૪૦ જેટલી સ્પર્ધાઓમા રાજયભરમાંથી ૩૧ સંસ્કૃત કોલેજો માંથી ૫૯૦ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ૧૨૨ ગુણાંક સાથે પ્રથમ ક્રમે રહી યજમાન સંસ્થા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને વિજય વૈજયન્તી ટ્રોફ઼ી મેળવી હતી. ૮૪ ગુણાંક સાથે બીજા ક્રમે રહી અમદાવાદ સ્થિત ભાગવત વિદ્યાપીઠ ટ્રસ્ટ સંચાલિત શિક્ષાશાસ્ત્રી મહાવિદ્યાલય, સોલા અને ૪૨ ગુણાંક સાથે ત્રીજો ક્રમ અમદાવાદ સ્થિત વરતંતુ સંસ્કૃત મહાવિદ્યાલય સોલાએ મેળવ્યો હતો. વોલીબોલ ટીમના કેપ્ટન કિંજલવાળા અને યોગાસનમા ૭૧ મેડલ મેળવનાર અલ્પાબેન વાળાનું સન્માન કરાયું હતું.

આ તકે કુલસચિવશ્રી દશરથ જાદવ,વેરાવળ પાટણ નગરપાલીકાના પ્રમખશ્રી મંજુલાબેન સુયાણી, અગ્રણીશ્રી ઝવેરીભાઈ ઠકરાર સહિતના મહાનુભાવો અને મોટીસંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજના પ્રાધ્યાપક ડો.પંકજ રાવલે કર્યું હતું.

(11:35 am IST)