Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

લાઠીની સંધવી કન્યા વિદ્યાલયમાં યુવા ઉત્સવની રંગારંગ ઉજવણી

દામનગર,તા.૨૮:પ્રાંત અધિકાજેતા જાહેર કરીરી શ્રી એ.કે.જોષી ની અધ્યક્ષતા માં શ્રીમતી સંધવી કન્યા વિદ્યાલય ખાતે રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૨૦૧૯ના યુવા મહોત્સવનું પ્રાંત અધિકારી  એ.ક.જોષીના હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમા લાઠી મામલતદાર શ્રી મણાત, શિક્ષણ વિભાગમાંથી સલીમભાઈ લોહીયા કેળવણી નિરીક્ષક ,કુ.એન.જે.દવે તેમજ શાળાના આચાર્ય  દર્શનાબેન ગીડા, ટ્રસ્ટી  પ્રણવ જોષી, રાજેશભાઈ નાઢા, આચાર્ય રામાણી, ઉપસ્થિતિ રહ્યા હતા.શાળાની બાળાઓએ મહાનુભાવો નું કુમકુમ તિલક કરી પુષ્પ ગુચ્છથી સન્માનિત કરેલ હતા. ટ્રસ્ટી પ્રણવ જોષીએ શબ્દોથી સ્વાગત કર્યું હતું.પ્રાંત અધિકારી શ્રી જોષીએ કાર્ય ક્રમ અંતગર્ત માહીતગાર કરી સાથોસાથ વિદ્યાર્થીઓ ને મતદાર જાગૃતિ અંગે સમજણ આપી હતી.

યુવા મહોત્સવ મા અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લોકગીત,ભજન, લગ્નગીત, ચિત્ર,એક પાત્રીય અભિનય, સમગ્ર કાર્યક્રમને શ્રી જોષી સાથે.અને મામલતદારશ્રી મણાત નિરીક્ષણ કરી ખૂબ પ્રભાવિત થયા હતા.ધો.૧૨ની વિદ્યાર્થી મેતલીયા દિક્ષિતા એ રજુ કરેલ ગીત સહીયર મોરી રે જાદવરાય કયારે આવશે રેને તાળીઓના ગડગડાટથી વધાવ્યુ હતુ. પત્રકાર રાજયગુરૂ અને શાળાના શિક્ષીક શ્રી ઓ એ રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ.અલગ-અલગ કૃતિઓમાં ભાગ લેનાર ૨૦ વિદ્યાર્થીઓ માટે નિષ્ણાતોની ટીમે સંદ્યવી કન્યા વિદ્યાલયની નવ બહેનોએ વિજેતા જાહેર કરી શાળાનું નામ રોશન કર્યું હતું નિષ્ણાંતની ટીમે સંધવી કન્યા વિદ્યાલયની બેહનોએ વિશાળાનું નામ રોશન કર્યું હતું.

(11:24 am IST)