Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પોરબંદરઃ દારૂના ગુન્હામાં નાસતો ફરતા આરોપીને ઝડપાયો

પોરબંદર તા૨૮: પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ ની સુચના મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચાલુ હોય જે અનુસંધાને તા.૨૬ના રોજ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ એચ.એન.ચુડાસમા એલ.સી.બી.સ્ટાફ સાથે પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન રેડ મુજરટેબલ રવિન્દ્રભાઇ ચાઉ તથા એચસી બિ.એલ.વિઝુંડાને ને મળેલ ચોકકસ હકીકતના આધારે રાણાવાવ રેલ્વે સ્ટેશન પાટા પાસેથી રાણાવાવ પો.સ્ટે.ગુ.ર.નં.થર્ડ ૧૯૮/૧૯ પ્રોહી ક.૬૫ એફ, મુજબના ગુન્હાના કામે નાસતા ફરતો લાલશાહીનો આરોપી અમરા જીવાભાઇ ગુરગુટીયા (ઉ.વ.૩૩)રહે. આદિત્યાણા બાયપાસ હાલ કોઠાવાળાનેસ તા.રાણાવાવ જી.પોરબંદર વાળાને પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરી રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

(11:21 am IST)