Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પડધરીનાં ઉકરડા ગામમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓ. બેન્કની શાખાનું ઉદઘાટન

પડધરી તા. ર૮ :.. પડધરી તાલુકાના ઉકરડા ગામે શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લી. રાજકોટ અને શ્રી ઉકરડા જૂથ સેવા સહકારી મં. લી. ના સંયુકત ઉપક્રમે બેંકની ૧૯૧ મી ઉકરડા શાખાનું ઉદઘાટન તેમજ શ્રી ઉકરડા જૂથ સેવા સહ મં. લી.ની વાર્ષિક સાધારણ સભા અને ફાયનાસીયલ લીટ રેસી. માટે મોબાઇલ વાનનું લોકાર્પણ તથા અકસ્માત વિમા ચેકોનું વિતરણ સાથે ખેડૂત શિબિર સમારોહનું આયોજન કાલે તા. ર૯ ના સવારે ૯ કલાકે કરવામાં આવેલ છે.

કાર્યક્રમનાં અધ્યક્ષ જયેશભાઇ રાદડીયા (કેબીનેટ મંત્રીશ્રી અન્ન, નાગરીક પુરવઠો અને ગ્રાહકોની બાબત ગુજરાત રાજય) શાખાના ઉદઘાટક મગનભાઇ વડાવીયા (વાઇસ ચેરમેન શ્રી રા. ડી. કો. બેંક લી.)  કાર્યક્રમના ઉદઘાટક ડો. ડાયાભાઇ પટેલ (ડીરેકટરશ્રી રા. ડી. કો. બેંક લી., પૂર્વ પ્રમુખ રાજકોટ જીલ્લા પંચાયત), કાર્યક્રમના મુખ્ય મહેમાનો વાઘજીભાઇ બોડા, (ચેરમેન શ્રી નાફેડ ન્યુ દિલ્હી), મોહનભાઇ કુંડારીયા, (સાંસદ સભ્યશ્રી રાજકોટ મત વિસ્તાર), ગોવિંદભાઇ રાણપરીયા (ચેરમેન રાજકોટ જીલ્લા સહ. દૂધ ઉત્પા. સંઘ લી.), ઘનશ્યામભાઇ ખાટરીયા (મેનેજીંગ ડીરેકટરશ્રી રા. ડી. કો. બેંક લી.), માનશ્રી પ્રવિણભાઇ રૈયાણી (ચેરમેનશ્રી રાજકોટ જીલ્લા સહકારી સંઘ), માનશ્રી મગનભાઇ ઘોણીયા (પ્રમુખશ્રી રાજકોટ જીલ્લા સહકારી  ખરીદ વેચાણ સંઘ લી. ડી. કે. સખીયા, (ચેરમેનશ્રી માર્કેટીંગ યાર્ડ રાજકોટ) લલીતભાઇ કગથરા (ધારાસભ્ય ટંકારા-પડધરી મત વિસ્તાર) બાવનજીભાઇ મેતલીયા (પૂર્વ ધારાસભ્ય ટંકારા, પડધરી મત વિસ્તાર,) વી. એમ. સખીયા (જનરલ મેનેજર શ્રી રાજકોટ ડી. કો. ઓ. બેંક લી.) અને વી. પી. વૈશ્ણવ (પ્રમુખ શ્રી ઉકરડા જૂથ સેવા સહકારી મંડળી લી.) ની યાદી જણાવે છે.

(3:33 pm IST)