Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મોરબી સિંચાઇ કૌભાંડનાં ૬૬.૯૧ લાખની ઉચાપત અંગે બે સામે ગુન્હો નોંધાયો

રાજકોટ સ્થિત નિવૃત મદદનીરા ઇજનેર ટી.ડી. કાનાણી અને ખાનગી પ્રોપરાઇટર પેઢીના ચૈતન્ય પંડયા સામે પોલીસમાં ફરીયાદ

મોરબી, તા.૨૮: મોરબી જીલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં ભ્રષ્ટાચારનો મામલો છેક મુખ્યમંત્રી સુધી પહોંચ્યા બાદ સઘન તપાસ ચલાવાઈ હતી અને આ મામલે કાર્યપાલક ઈજનેરે નિવૃત મદદનીશ ઈજનેર અને અન્ય એક ખાનગી પેઢીના પ્રોપ્રાઈટર સામે સરકારી નાણાની ઉચાપત અંગે પોમસમાં ફરીયાદ થઇ છે.  મોરબી જીલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એસ.પી.ઉપાધ્યાયે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટી.ડી. કાનાણી મદદનીશ ઈજનેર અને હાલ નિવૃત રહે રાજકોટ પઘુંમ્ન પાર્ક અને સસ્ટેનેબલ કન્ટ્રકશન મેનેજમેન્ટ રાજકોટના પ્રોપ્રાઈટર ચૈતન્ય જયંતીભાઈ પંડ્યા રહે રાજકોટ કાલાવડ રોડ વાળાએ સરકારી નાણાની ઉચાપત કરી છે જેમાં આરોપી ટી.ડી. કાનાણી મદદનીશ ઈજનેર હોય જેને હોદાનો દુરૂપયોગ કરીને આરોપી ચૈતન્ય પંડ્યાની ખાનગી પેઢીને કરાર આધારિત નિયુકત કરી ગુનાહિત કાવતરૃં રચ્યું હતું અને અંગત ફાયદા માટે નાની સિંચાઈ યોજનાના જળ સંચય કામોમાં ખોટા નકશા તેમજ ખોટા બીલો બનાવીને સરકારને મોકલીને વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ ના વર્ષમાં થયેલા કુલ ૩૩૪ કામો પૈકી ૪૬ કામોમાં ગેરરીતી આચરીને ૬૬,૯૧,૭૯૨ ની રકમની સરકારી નાણાની ઉચાપત કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે એ ડીવીઝન પોલીસે કાર્યપાલક ઈજનેરની ફરિયાદને પગલે નિવૃત મદદનીશ ઈજનેર અને ખાનગી પેઢીના સંચાલક સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

(3:31 pm IST)