Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જુનાગઢમાં પત્રકાર હુમલો કરતા એસ.પી.ને રજૂઆત

જૂનાગઢ તા. ૨૮ : જૂનાગઢમાં પત્રકાર ઉપર ઘાતકી હુમલો થતાં પત્રકાર આલમમાં ખળભળાટ મચી ગયો છે જૂનાગઢના વી ટીવી ચેનલના રિપોર્ટર વજુભાઈ પરમાર ઉપર કોડીનાર ના નિખિલ સોલંકી નામના શખ્સે પાઇપ વડે હુમલો કરતાં વજુ પરમારને પગના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામા આવેલ  હતા. બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. જેના ભાગરૃપે આરોપીને પકડી કાયદાનુ ભાન કરાવા અને  ધોરણસર ના પગલા ભરવા  જૂનાગઢ એસ.પી.ને આવેદન પત્ર આપી યોગ્ય કરવા માંગણી કરી છે.

ચોથી જાગીર એવા પત્રકાર પોતાની નિષ્ઠાથી કાર્ય કરી સમાજમાં બનતી ઘટનાઓ ને વાચા આપતા હોય છે ત્યારે ઇલેકિટ્રક મીડિયા ના પત્રકાર એવા વજુભાઈ પરમારે એક કવરેજ કરી પોતાનો ધર્મ બજાવ્યો હતો જેનો ખાર રાખી કોડીનાર સ્થિત રહેતા નિખિલ સોલંકી નામના સખસે વજુભાઈ પરમાર ઉપર પાઇપ વડે હુમલો કરતા ઇજા પહોંચી હતી જેને લઇ એસ પી સૌરભ સિધ ને રજૂઆત કરી હતી અને આવા લોકોને પકડી પાડી ફરી કયારેય પત્રકારો પર હુમલો કરવાનું વિચારે પણ નહીં તેવા પગલા ભરવા અને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં સંદેશના પત્રકાર ધીરૃભાઇ પુરોહીત સ્થાનિક અખબાર જુનાગઢ ટુડે ના તંત્રી કૃષ્ણકાંત રૃપારેલીયા જુનાગઢ એકસપ્રેસના તંત્રી પરેશભાઈ બુધ્ધભટ્ટી ગુજરાત ન્યુઝ ના દિવ્યકાંત ભુવા ટીવી ૯ ના પત્રકાર  દેવેન્દ્રસિંહ ચૌહાણ  કલ્પેશ ભાઈ પંડ્યા. સંજીવભાઈ મહેતા કેતન ભાઈ અતુલભાઇ વ્યાસ.બ્લૂ સ્ટાર      ડેન ન્યૂઝ ના સહ તંત્રી રીતેશભાઇ ટીંબલીયા નિખિલભાઇ પંડયા, રવિન્દ્ર કંસારા અશોકભાઈ પોપટ, મિલનભાઈ જોશી પ્રત્યુશભાઇ જોશી, દેવાંગ ટાંક, ધીરૃભાઇ ટાંક, હિતેશભાઇ પારેખ, હિતેશભાઇ જોશી, અનિલભાઇ હરસોરા, પ્રમોદભાઇ પાલા તેમજ આસપાસના તાલુકાના પત્રકારો જોડાયા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:19 pm IST)