Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભીખ માંગવાના બદલે વેપાર કરતા બાળકોની વાત સ્પર્શી ગઇ : સાવરકુંડલાના પ્રતાપભાઇ ખુમાણે તમામ કિચેઇન ખરીદી લીધા

સાવરકુંડલા : સનરાઇઝ સ્કુલવાળા પ્રતાપભાઇ ખુમાણને વ્યવહારિક કામ સબબ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલ જવાનુ થયુ. ત્યાં હોસ્પિટલની સામે જાહેર રોડ ઉપર ઝુપડપટ્ટીનાં અત્યંત ગરીબ પરિવારનાં બાળકો ચાઇનીઝ બનાવટનાં કીચેઇન વેચતા હતા. તેમાંથી થતી થોડીઘણી આવકમાંથી પોતાના પરિવારને મદદ કરતા હતા. મને એમની આ વાત સ્પર્શી ગઈ કે ભીખ માંગવાને બદલે વેપાર કરતા હતા. મેં તેમની પાસે રહેલા તમામ કીચેઇન તેમણે જે ભાવ કીધો તેટલામાં તુરત જ ખરીદી લીધા. આ તમામ બાળકો જે રાજી થયા તે જોઇ. તેમનામાં સાક્ષાત ઇશ્વર નાં દર્શન થયા હતા.

(1:19 pm IST)