Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગોંડલમાં રાજપૂત (ક્ષત્રીય) સમાજ દ્વારા આવેદન

 ગોંડલઃ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજના પ્રમુખ છોટુભાઇ જાડેજા, મંત્રી હારિતસિંહ જાડેજા, યુવક મંડળ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, બંધિયા ગામના સરપંચ ગામના સરપંચ ઓમદેવસિંહ વાઘેલા તેમજ શકિતસિંહ જાડેજાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં રાજપુત સમાજના લોકોએ એકત્રિત થઇ તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાજેતરમાં વડોદરા ખાતે પી.એસ.આઇ.ની ફરજ બજાવતા સંજયસિંહ જાડેજાએ કરી લીધેલ આત્મહત્યાની ઘટના તટસ્થ તપાસ કરવા માંગ કરી હતી. અને જણાવ્યું હતું કે સંજયસિંહ જાડેજા વિદ્યાર્થીકાળમાં શ્રી મહારાજા ભોજરાજજી વિદ્યાર્થી ગૃહ વિદ્યાર્થી રહી ચુકેલ છે. અભ્યાસકાળ દરમિયાન તેઓએ ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળના સભ્ય પદે રહી સેવા બજાવી છે. તેઓ હોશિયાર અને લાગણીશીલ સ્વાભવના પરગજુ યુવાન હતા. તેઓની સમાજ પ્રત્યે તથા દેશ પ્રત્યેની નિષ્ઠા અન્યોને પ્રેરણા રહી છે. તેઓની પોલીસખાતાની તેમની સેવા દરમિયાન કારકિર્દિ પણ નોંધપાત્ર અને બેદાગ રહી છે ક્ષત્રીય સમાજના બાહોશ અને લાગણીશીલ વ્યકિત જયારે પોતાના જીવન ટુંકાવવા જેવુ પગલું ભરે ત્યારે આ સમાજે દુઃખ થાય તે સમજી શકાય તેવી બાબતો છે તેથી આ કેસની તટસ્થ તપાસ કરી યોગ્ય કરવા અંતમાં માંગણી કરી હતી.(૬.૧)

 

(12:28 pm IST)