Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઓખા કોસ્ટગાર્ડ દ્વારા બેટ દ્વારકા યાત્રાધામમાં સ્વચ્છતા અભિયાનનો આનોખો સંકલ્પ ''સ્વચ્છતા કી આગ કભી નહી બુજેગી''

ઓખાઃ સ્વચ્છ ભારત અંતર્ગત સ્વચ્છતા હી સેવાનું આયોજન તા. ૧૫ સપ્ટેમ્બરથી ર ઓકટોબર સુધી કરવામાં આવેલ જે અંતર્ગત ઓખા કોસ્ટગાર્ડ દ્વારા દરરોજ અલગ-અલગ વિસ્તારોમાં સફાઇ અભિયાન ચલાવવામાં આવી રહયો છે. આજરોજ બેટ શંખોદ્વાર યાત્રાધામમાં સફાઇ અભિયાન ઓખા કોસ્ટગાર્ડ જવાનો તથા ઓખા શહેર ભાજપ યુવાન દ્વારા ચલાવવામાં આવ્યું હતું. અહીના જેટી મેઇન બજાર મંદિર વિસ્તારમાં ૫૦ ટ્રેકટર જેટલો કચરો મળી આવતા કોસ્ટગાર્ડ જવાનો સાથે સરકારી તંત્ર પણ ચોંકી ઉઠયું હતું. ત્યારે આ કચરો દરિયા કાંઠેે એકઠો કરી તેને આગ ચાંપી સ્થળ પર જ કચરાનો નિકાલ કર્યો હતો. અહીં ઓખા કોસ્ટગાર્ર્ડ ડીઆઇજી શ્રી એમ.કે. શર્મા તથા તેમની ટીમના જવાનો એ ''સ્વચ્છતા કી આગ કભી નહી બુજેગી'' નો સંકલ્પ કર્યો હતો. અને બેટની ચારે દિશાએ સફાઇ કરવાનો સંકલ્પ કર્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં તેમની સાથે જોડાયેલા ભાજપ શહેર પ્રમુખ શ્રી મોહનભાઇ બારાઇ એ ઓખા નગરપાલિકાના સફાઇ અધિકારીઓને સ્વચ્છતા અંગેના કડક સુચનો કરી યાત્રાધામને સ્વચ્છ કરવા તુરંતમાં કડક પગલા લેવા અનુરોધ કર્યો હતો. અને બેટના વેપારીને જાહેરમાં કચરો ન ફેંકવા કડક સુચના આપી હતી. અને લોકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ ભરત બારાઇ, ઓખા) (૧.૩)

(12:26 pm IST)