Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ભાણવડમાં ફટાકડાના સ્ટોલની ચકાસણી કરવા પ્રાંત અધિકારીને રજુઆત

ભાણવડ, તા.૨૮: ભાણવડ ખંભાળીયામાં ફટાકડાના સ્ટોલોની ચકાસણી કરવા પ્રાંત અધિકારીને રજુઆત સામાજિક કાર્યકાર અનવરભાઇએ કરી છે.

શહેરની બજારો તેમજ રસ્તાઓ એકદમ સાંકડા અને ગીચ છે સાથે સાથે બજારમાં વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો એકસાથે આવેલી છે. ત્યારે દર વર્ષે દિવાળીના આશરે એકાદ મહિના પહેલાથી કેટલાક ધંધાર્થીઓ પોતાની દુકાનોમાં કામચલાઉ ફેરફાર કરી ફટાકડા સ્ટોલ કરી નાખી ધીકતો વકરો રળી લે છે જે લાઇસન્સ ઇશ્યુ કરતા તેમજ તાલુકા કક્ષાએ કયાંક ને કયાંક જવાબદાર છે બજારોની સાથે રહેણાંક વિસ્તારોમાં પણ અનઅધિકૃત રીતે ફટાકડાના સ્ટોલો ખોલી નાખવામાં આવે છે તેમજ રહેણાંક વિસ્તારોમાં ફટાકડાનો જથ્થો સંઘરવામાં આવે છે. ફટાકડાના સ્ટોલો એવા સ્થળોએ ખોલી નાખવામાં આવે છે કે, આગ જેવી દુર્ઘટના ઘટે તો ફાયર ફાઇટરની સેવા પણ ઉપલબ્ધ થઇ શકે નહિ એ સંજોગોમાં મોટી જાનહાની તેમજ ખુંવારી સર્જાવાનું પુરેપુરૂ જોખમ રહે છે. તેમ રજુઆતમાં જણાવેલ.(૨૩.૩)

(12:24 pm IST)