Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

પ્રભાસપાટણ મુકામે ડો. ભીમરાવ ભવન શૈક્ષણિક સંસ્થાને બિલ્ડીંગ માટે રજૂઆત

પ્રભાસ પાટણ તા.૨૮: પ્રભાસ પાટણ મુકામે ડો. ભીમરાવ ભવન શૈક્ષણિક સંકુલ દ્વારા બાળકોની વધુ સુવિધા માટે નવા બિલ્ડીંગ માટે થયેલ રજૂઆત.

આ સંસ્થા ૧૯૯૫ની સંસ્થાના પ્રમુખ અરજણભાઇ ભજગોરતરે સંભાળેલ અને આ જમીન ઉપરના દબાણો સરકાર દ્વારા પોલીસ રક્ષણ હેઠળ કટકે-કટકે અને છેલ્લે ૨૦૧૫ના રોજ ટ્રસ્ટનાં ખર્ચે જમીન ખુલ્લી કરાવેલ અને ૨૦૦૫ થી ૧૮ સુધીમાં ગુજરાત અનુ.જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા ગ્રાન્ટેડ છાત્રાલયો અને આશ્રમ શાળાઓ મંજુર થતા આ સંસ્થામાં કન્યા-કુમાર છાત્રાલય તેમજ રાજ આશ્રમ શાળામાં કુલ ૨૦૭ કુમાર -કન્યાઓ વિનામુલ્યે શિક્ષણ મેળવી રહેલ છે. અને ૧૫ કર્મચારીઓ છે.

સંસ્થાની માલ મિલ્કત અને બાળકોની સુરક્ષા માટે ૧ કરોડનો વાર્ષિક વિમો અને સી.સી.ટી.વી કેમેરાથી સુસજ્જ છે અને આ સંસ્થાની કામગીરીને સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા બિરદાવેલ છે.

સંસ્થાના બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે સારુ બિલ્ડીંગના બાંધકામનું આયોજન છે. જો સરકાર દ્વારા મંજુરી મળે તો આલીશાન બિલ્ડીંગ બંધાશે. જેથી આ બાળકોનાં હિત માટે તાત્કાલિક સરકાર મંજુરી આપે તેવી સંસ્થાના પ્રમુખ અરજણભાઇ ભજગોતરે માંગણી કરેલ છે.(૧.૬)

(12:24 pm IST)