Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અબડાસાની શાળા માં આર.ઓ. નું પાણી પીતી વખતે વિજ શોક લાગતા બાળકનું મોત

ભુજ તા ૨૮: અંબડાસા તાલુકાના વઘા પદ્ધર ગામે બનેલા એક વિચીત્ર અકસ્માતમાં શાળાના બાળકનું મોત નિપજયું હતું. ૮ માં ધોરણ માંભણતો દિોછપઋીંહ કેણજી પઢીયાર પોતાની શાળાનાઆ.ઓ પલાન્ટમાં પાણી પી રહ્યો હતો ત્યારે અચાનક તેને વિજશોક લાગ્યો હતો. વિજશોક થી ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં આ બાળક નલિયા ની સરકારી હોસ્પિટલ માં પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું મોત નીપજયું હતું. પોલીસે અકસ્મત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:23 pm IST)