Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

માતાના મઢ કચ્છ જતા માર્ગો ઉપર પદયાત્રીઓની સેવા કરવા રવિવારથી રાવટીઓ ધમધમી ઉઠશે

રાજકોટ તા ૨૮ : નવલા નવરાત્રીના દિવસો નજીક આવતા માતાજીના ભકતો ઉપાસના આરાધનાની તૈયારીઓ કરવા લાગ્યા છે. કચ્છથી ૧૦૦ કી.મી. આવેલા જગતજનની મા આશાપુરા માતાના મઢેનવરાત્રી ઉત્સવ ભવ્યરીતે ઉજવાય છે. નવરાત્રીમાં માઇભકતો પગપાળા મા આશા પુરાના દિદાર કરવા જતા હોય પગપાળા પ્રવાસથી હાથ લાગ્યું તે વાહન લઇ ઉર્મિના ઉછાળે મા આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ રણ અને માનવ મહેરામણ વચ્ચે ઝુલી રહ્યું છે.

મા આશાપુરાના નામ દર્શન માત્રથી માનવીનું મલીન મન અનેચલિત ચિતવન શકિત આરાધનાથી ચંદનવનમાં ફેરવાય જાય છે. મા આશાપુરા શકિત સુકાને સંસાર સાગર તરી માનવ પોતાની નિશ્ચત મંજીંલે પંહોચે છે. દેશના વિવિધ ભાગોમાંથી મહારાષ્ટ્ર, સોૈરાષ્ટ્ર, ગુજરાતમાંથી પગપાળા તથા સાયકલ પ્રવાસ દ્વારા અવિરત માતાના મઢે અબાલ, વૃધ્ધ,સ્ત્રી, પુરૂષો, બાળકો સ્વયંભુ સમુહમાં આવે છે.

જેની સેવા કચ્છી માડુ અતિથી દેવો ભવ સ્મરણ સાથે કચ્છ જીલ્લાના સુરજબારી પુલથી માતાના મઢ દર ૩ કી.મી. ના અંતરે રાહત કેમ્પો, રાવટીઓ ફરતા ફરતા વાહનો દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા સદ્ગુરૂ રણછોડદાસજી મહારાજનાં સુત્રો હૈયામાં રાખી નાતજાતના ભેદભાવ વગર પદયાત્રીઓની અવિરત સેવા કચ્છ માડુ કરે છે.

મા આશાપુરાના દિદાર કરવા જતા દર્શનાર્થીઓ આવી કેમ્પમાં વિના મૂલ્યે આરામકરી નવા જોમ અને ઝમીર મેળવે છે. પોતાના પ્રવાસ દરમ્યાન થયેલ ખાટા મીઠા અનુભવો જણાવે છે. જયારે કોઇની આંખમાં મા આશાપુરા પ્રત્યેના અહોભાવ વર્ણવે છેે.

આ  પદયાત્રીઓને રાહત કેમ્પમાં સેવાના ભેખ ઘારી આયોજકો સેવા એજ જીવન સંકલ્પના પ્રણતના પદયાત્રીની રાહ જોતા કચ્છના પ્રથમ ચરણ સુરજબારી પૂલ નવિનભાઇ ભાનુશાળી માળિયા પાણી પુરવઠા બોર્ડ શ્રી દીગુભા જાડેજા મો. નં. ૯૭૨૩૮ ૪૩૯૦૧ ખારા પાણીમાં મીઠી વીરડી સમાન વન ભોજનની નહી પણ રણ ભોજન કરાવે છે.

સેવા કેમ્પ શિવજીભાઇ બારદાનવાલા ,સુરજબારી ચેકપોસ્ટ અમરનગર પાસે રાકેશ રાજદેવ ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ શ્રી આશાપુરા મિત્ર મંડળ, પ્રહલાદ પ્લોટ, નીતીનભાઇ મેવાડા, ભગવતી ગ્રુપ, ચેક પોસ્ટ, ભુદરભાઇ જાદવ, જે.પી. ઇન્ડ . વિરપુર ચોકડી, બારમાસી કેમ્પ, મોરબી પ્રવિણભાઇ લુહાર, મોરબી બાયપાસ ભગવતી હોલ, અંજાર ભીખુભા જાડેના, મોરબી જકાતનાકા રામભરોસે સેવા સંઘ હરતી ફરતી રાવટી દ્વારા પદયાત્રીઓની સેવા કરે છે.

ભચાઉ લોધેશ્વર હોટલ વનરાજસિંહ જાડેજા, નિર્મળભાઇ ડાંગર, રાધેશ્યામ સ્કુલ, જીતેન્દ્રસિંહ જાડેજા, રણજીત ટ્રાન્સ. ધમણકા દુધઇ રોડ, હોટલ સહયોગ, રણજીતસિંહ જાડેજા (જામ), અજીતસિંહ જાડેજા સહયોગ હોટલમો.નં. ૯૮૭૯૩ ૭૭૨૭૫, ખોડીયાર આશ્રમ, કાગદડી, પ.પૂ.શ્રી ૧૦૮ જયરામદાસ બાપુ બારમાસી સેવા કેન્દ્ર તમામ સુવિધાઓ પુરી પાડે છે. કચ્છના તમામ જીલ્લા તથાતાલુકા મથકે નવરાત્રી દરમ્યાન દિવસ રાત સેવા આપે છે. અનેક નામી અનામી સેવા ભાવી લોકો દ્વારા આવતા પદયાત્રીઓની સેવા કરેે છે. (સંકલન વિનોદભાઇ આર. પોપટ મો. ૯૯૭૯૯ ૦૭૨૧૮) (૩.૪)

(12:22 pm IST)