Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ચાલુ વર્ષે જોડીયા પંથકમાં ચેકડેમો અને તળાવો ખાલી-ખાલી

જોડીયા, તા., ર૮: પશ્ચિમ વિસ્તારમાં દરીયા કાંઠે ખેતી ધરાવતા ખેડુતો માટે ચેકડેમ તથા તળાવોમાં સંગ્રહ પાણી સિંચાઇનું મુખ્ય સાધન ગણાય છે. અઢાર વર્ષમાં પ્રથમ વખત નામ માત્ર વરસાદના અભાવે મસાણીયા ચેેકડેમ તથા હજીરા રણકાપીર તથા કુચીપીર જેવા મોટા તળાવોમાં નવા નીરથી વંચીત જોવા મળી રહયા છે. જેના કારણે ખેડુતોમાં ચિંતા પ્રસરી છે. ચાલુ વર્ષે પાક ઉત્પાદનમાં ફટકો પડયો છે. દિવસે દિવસે ખેતી કાર્ય ખેડુતો માટે મોંઘી સાબીત થઇ રહી છે.

કુદર રૂઠતા ખેડુતો સામે આજીવીકાનો પ્રશ્ન ઉભો થયો છે. ર૦૦૮ વર્ષથી જોડીયાના ખેડુતો બંધારા યોજનાની માંગણી કરતા રહયા છે. પરંતુ સરકાર આ બાબત દાદ આપતી નથી. બંધારા યોજનાથી દરીયાનું ખારૂ પાણી આગળ વધતા અટકે અને વરસાદી પાણી નદી ચેકડેમ અને તળાવોમાં મીઠા પાણીનો સંગ્રહ થાય જેનાથી સરકાર પણ પરીચીત છે છતા સરકાર જોડીયા ખાતે બંધારા યોજનાનો અમલ ન કરવા પાછળ કયા કારણભુતથી અટવાયા છે. દસ વર્ષે પહેલા જોડીયામાં બંધારા યોજના અસ્તીત્વમાં હોત તો દરીયા કાંઠે ખેત કુવા, જળાશયો, ખેત જમીનની ફળદ્રુપતાને ઘણો ફાયદો થાત અને ભુતળના મીઠા પાણીના સંગ્રહ અછત સમયે ઉપયોગ કરી શકત. પરંતુ સરકારનીસાથે ચાલુ વર્ષે કુદરતે પણ અન્યાયનો ખેલ ચાલુ રાખેલ.

સિંચાઇની કાયમી સમસ્યા પાણીની રહેવાની છે. જેનો ઉકેલ એક માત્ર કુદરતના હાથમાં છે તેવું ખેડુતો કહીને પ્રાર્થના કરી રહેલ છે. (૪.૧૫)

 

(12:20 pm IST)