Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જામનગરમાં આરોગ્ય અને સ્ટ્રીટ લાઈટ મુદ્દે મનપામાં વિપક્ષના ધરણા :મેયર અને ચેરમેનનો ઘેરાવ:સુત્રોચાર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ઘટ હોવાનો આક્ષેપ

 

જામનગરમાં આરોગ્ય અને સ્ટ્રીટ લાઈટ મુદ્દે વિપક્ષે મહાનગરપાલિકામાં વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિપક્ષી સભ્યોએ સ્ટેન્ડીંગ કમિટી હોલ પાસે ધરણા યોજ્યા હતા. સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં હાજરી આપવા જઈ રહેલા મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનનો ઘેરાવ કરી વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર કર્યો હતો.

 વિપક્ષ દ્રારા જામનગર શહેરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની ઘટ હોવાનો આક્ષેપ કર્યો છે.ઉપરાંત શહેરમાં એલઈડી લાઈટના પ્રોજેક્ટનું કામ સંભાળતી એજન્સી સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામા કરી છે.

  બીજી  શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવા પાછળ સ્ટેન્ડીંગ ચેરમેને ચોમાસાનું કારણ આગળ કર્યું છે. આગામી એક બે દિવસમાંજ સ્ટ્રીટ લાઈટની તમામ ફરિયાદોના ઉકેલની વાત પણ ચેરમેન દ્રારા કરવામા આવી છે.

(10:29 pm IST)