Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

વેરાવળ તાલુકાના સંયુકત કોળી સમાજ ભીડીયા પ્લોટ (બંદર) ૧૭મો સન્માન સમારંભ યોજાયોઃ ૩૨૧ વિદ્યાર્થીઓનું સન્માન

પ્રભાસપાટણ, તા. ૨૮ :. વેરાવળના ભીડીયા પ્લોટ (બંદર)માં સંયુકત કોળી સમાજ ભીડીયા પ્લોટ આયોજીત ૧૭મો વિદ્યાર્થી સન્માન સમારોહ પટેલ ધનજીભાઈ વૈશ્યના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં ૩૨૧ વિદ્યાર્થીઓનું સન્માન કરેલ. આ સન્માન સમારોહમાં ધોરણ ૧ થી કોલેજ સુધીનાનું સન્માન કરવામાં આવેલ.

આ તકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજના પટેલ લખમભાઈ ભેસલા, બોટ એસોસીએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ અને સભ્યો અને આગેવાનો, ભીડીયા ખારવા સમાજના પટેલ ધનજીભાઈ લોઢારી, બોટ એસો.ના પ્રમુખ રમેશભાઈ ડાલકી તથા સભ્યો હિરાકોટ બંદર કોળી સમાજના પટેલ હરેશભાઈ બારૈયા, પૂર્વ પટેલ રતીલાલ બામણીયા તથા આગેવાનો, ડો. નરશીભાઈ સોલંકી, ડો. લાલજીભાઈ સોલંકી, વિહિપના પ્રમુખ અજીતસિંહ વશીષ્ટ, તા.પં.ના સદસ્ય દેવાભાઈ વાઢેર, કૃપાલુ શૈ. સંસ્થાના પંડયા, રમેશભાઈ કેશવાલા, બી.સી. સોલંકી (નાવદ્રા), પાસાભાઈ વાળા (પ્રમુખ બક્ષીપંચ મોરચો-વેરાવળ), રામભાઈ સોલંકી (પ્રભાસપાટણ), ભીમભાઈ વાયલુ, ભગવાનભાઈ સોલંકી, નગરપાલિકાનાં પ્રમુખ મંજુલાબેન સુયાણી, દિપીકાબેન કોટીયા, જાગૃતિબેન બારૈયા, વિજયભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ બામણીયા તથા વાલીઓએ હાજરી આપેલ તથા એજ્યુકેશન કમીટીના સભ્યો, ભીડીયા કોળી સમાજના આગેવાનોએ આ સન્માન સમારંભને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમ સમાજના મંત્રી મેઘજીભાઈ સીકોતરીયાની યાદીમાં જણાવેલ છે (તસ્વીરઃ દેવાભાઈ રાઠોડ)

(9:55 am IST)