Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

સુરેન્દ્રનગરમાં સટ્ટો રમતા રબારી ઝડપાયો

વઢવાણ તા.૨૮: એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ. એસ.બી.સોલંકી તથા ટેકનીકલ સેલ પો.સબ. ઇન્સ. એ.એસ. નાયર તથા એસ.ઓ.જી. સ્ટાફનાં એ.એસ.આઇ. ધનશ્યામભાઇ તથા રણજીતસિંહ તથા પો.હેડ કોન્સ. મહીપતસિંહ મકવાણા તથા હરદેવસિંહ જીલુભા પરમાર તથા ડાયાલાલ તથા ધનશ્યામભાઇ તથા દાજીરાજસિંહ તથા પો. કોન્સ. રાજદીપસિંહ તથા સંજયસિંહ તથા મહીપતસિંહ તથા મહિપાલસિંહ તથા મ.લોકરક્ષક સંગીતાબા તથા પ્રીયંકાબેન વિગેરે સ્ટાફ સાથે સુરેન્દ્રનગર બી.ડિવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન લોકરક્ષક સંગીતાબા તથા પ્રીયંકાબેનને મળેલ હકિકત આધારે જીનતાન રોડ પારેખ સ્કૂલની પાસે વડવાળા ચાની હોટલની બાજુમાં જાહેરમાં મોબાઇલ ફોન પર ક્રિકેટ સટ્ટો રમતો આરોપી કાનાભાઇ ઝુંઝાભાઇ આલ રબારી ને ઇલેકટ્રીક માધ્યમથી સટ્ટો રમી/રમાડતા રોકડ રૂ. ૨૯૫૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૩૪,૫૦૦/- નો મુદ્દામાલ સાથે પકડી પાડી બી.ડિવી. પો.સ્ટે.માં ગુન્હો દાખલ કરાવેલ છે.

(12:37 pm IST)