Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

જુનાગઢ ઇવનગર ગામે છોકરી ભગાડી જવાના મનદુઃખથી ચાર શખ્સોનો હુમલો

જુનાગઢ તા ૨૮ : જુનાગઢના ઇવનગર ગામે છોકરી ભગાડી જવાના મનદુઃખતી ચારશખ્સોએ હુમલો કર્યો છે.

આ બનાવની વિગતો એવી છેકે, જુનાગઢ તાલુકાના ઇવનગર ગામે રહેતા કિશોર પુનાભાઇ સોંદરવાનો પુત્ર તેમના જ ગામના રામજીભાઇ કાનજીની પોૈત્રીને ભગાડી ગયો હોય જેથી સામેવાળા શખ્સોએ ગાળો આપી હતી.

આથી કિશોરભાઇ રામજી કાનજીના ઘરે ઠપકો આપવા ગયા હતા ,પરંતુ રામજી કાનજી સહિતના ૪ શખ્સોએઉશ્કેરાઇ જઇને હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજા થયાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:36 pm IST)