Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ખાનગી શાળાઓમાં શિક્ષણના નામે વેપાર ચલાવી લેવાય નહી : વિજયભાઇ

રાજ્યમાં વધારાના ૬ હજાર ડિઝીટલ કલાસ રૂમો શરૂ કરીને તેની સંખ્યા ૧૦ હજાર સુધી પહોંચાડાશે : 'મિશન વિદ્યા' અંતર્ગત લોધીકાના મોટાવડામાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

રાજકોટ તા. ૨૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું છે કે, રાજયના ગરીબ બાળકોના શિક્ષણની જવાબદારી સરકાર, શિક્ષક અને સમાજની છે અને એટલે જ આ વખતે પાછલા વર્ષોની સાપેક્ષે સૌથી વધુ રૂ. ૨૭ હજાર કરોડની ફાળવણી શિક્ષણ માટે કરી છે. શાળાઓમાં ભૌતિક સુવિધાઓ સાથે શિક્ષણની ગુણવત્ત્।ા વધે એ માટે રાજય સરકાર સંકલ્પબદ્ઘ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉકત બાબતે વધુમાં ઉમેર્યું કે ગુજરાતની પ્રાથમિક શાળાઓની ગુણવત્ત્।ા સારી બને એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુણોત્સવની પરંપરા શરૂ કરી હતી. શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરી તેનું ગ્રેડેશન કરવામાં આવે છે. ગત્ત્। વખતના ગુણોત્સવ દરમિયાન કૂલ ૭૦૦૦ શાળાઓને એ ગ્રેડ પ્રાપ્ત થયો છે.

શ્રી રૂપાણી મિશન વિદ્યા અંતર્ગત લોધિકા તાલુકાની મોટા વડા ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અને શિક્ષણ સુધારણામાં સરકારે લીધેલા પગલાં અંગે કહેતા તેમણે જણાવ્યું કે ગુણોત્સવમાં દરમિયાન એવું પણ ધ્યાને આવ્યું કે બાળકો વાંચન, ગણન અને લેખનમાં અસક્ષમ છે. તેના ઉપચારાત્મક પ્રયાસ રૂપે રાજય સરકારે મિશન વિદ્યા શરૂ કર્યું છે. એ માસ સુધી આ અભિયાન ચાલશે. એ દરમિયાન શાળાઓમાં એક કલાક વધુ શિક્ષણકાર્ય કરવામાં આવશે અને નબળા વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન શીખવવામાં આવશે. આવા છાત્રોને પ્રિય બાળકો ગણવામાં આવશે અને શિક્ષકો આ પ્રિય બાળકોની વિશેષ તકેદારી રાખવામાં આવશે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, બુદ્ઘિ ઉપર કોઇનો એકાધિકાર નથી. ગરીબ બાળકો પણ બુદ્ઘિમાન હોય છે. તેમને માત્ર તકની જરૂર હોય છે. આવી તક સરકારી પ્રાથમિક શાળામાં પૂરી પાડવામાં આવે છે. શાળામાં અભ્યાસ દરમિયાન બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે રાજય સરકારે વિવિધ ભૌતિક સુવિધાઓ આપી છે.

રાજયની રાજયના આધુનિકરણ અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજય સરકારે જ્ઞાનદીપ પ્રોજેકટ અંતર્ગત ૪૦૦૦ શાળાઓમાં  ડિઝીટલ કલાસરૂમ શરૂ કર્યા છે. બાળકોને ઓડિયો વિઝયુલી શિક્ષણ આપવામાં આવે છે. તેના કારણે બાળકોની ગ્રહણશકિતમાં વધારો થયો છે. વધારાના ૬૦૦૦ ડિઝીટલ કલાસ રૂમ્સ શરૂ કરી તેની સંખ્યા ૧૦ હજાર સુધી કરવામાં આવશે.

શિક્ષણ અને તબીબ એ ઉમદા વ્યવસાય છે, તેમ કહેતા ફિ નિયંત્રણ કાયદા અંગે રાજય સરકારનું સ્ટેન્ડ સ્પષ્ટ કરતા શ્રી રૂપાણીએ જણાવ્યું કે ખાનગી શાળાઓમાં શિક્ષણના નામે વેપાર ચલાવી લેવાય નહીં. એટલે જ દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ફિ નિયંત્રણનો કાયદો બનાવવામાં આવ્યો છે. જેને સંચાલકોએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે. પણ, સુપ્રિમ કોર્ટે વચગાળાના આદેશમાં ખાનગી શાળાઓને ફિ નિયમન સમિતિ પાસે અરજી કરવાનું કહેવામાં આવ્યું છે. મને ન્યાય તંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને વાલીઓના હિતની જીત થશે.

રાજય સરકાર ખાનગી શાળાઓને મંજૂરી આપે છે, તેની સામે સરકારી પ્રાથમિક શાળાઓને પણ સક્ષમ બનાવી સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું કરવા ઇચ્છે છે. સરકારી શાળાઓને પણ ખાનગી શાળાને ટક્કર આવે એવી ગુણવત્ત્।ાયુકત બનાવવા રાજય સરકાર કટિબદ્ઘ છે, ગરીબીનો ઉકેલ શિક્ષણ છે અને શિક્ષક આવતી કાલની પેઢીનું નિર્માણ કરે છે. ભારતને સશકત બનાવવા માટે આજના બાળકોને શિક્ષિત કરવા પડશે. એમ શ્રી રૂપાણીએ અંતે ઉમર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મોટા વડા પ્રાથમિક શાળામાં અભ્યાસ ખંડમાં જઇ બાળકો સાથે સંવાદ કર્યો હતો અને છાત્રોને ઉજ્જવળ કારકીર્દિ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. બાળકોના શિક્ષણ અંગે જાગૃત થવા વાલીઓને તેમણે અપીલ કરી હતી.

કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે લોધિકા ખાતે રૂ. ૫.૩૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલી આઇટીઆઇનું લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે ઉત્ત્।મ શિક્ષણ કાર્ય બદલ શાળાને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયાએ મિશન વિદ્યાની ભૂમિકા સમજાવી હતી.

આ વેળાએ સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ તથા શ્રી લાખાભાઇ સાગઠિયા, શ્રી અરવિંદભાઇ રૈયાણી, ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી શ્રી ડી. કે. સખિયા, શ્રી કમલેશભાઇ મિરાણી, નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી ચેતનભાઇ રામાણી, તાલુકા પંચાયતના પદાધિકારી શ્રી હરિશ્યંદ્રસિંહ જાડેજા, ગામના સંરપંચ શ્રી ભીમસિંહ જાડેજા, કલેકટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સાગરકા, આયાર્ય શ્રી રાજેશભાઇ સોલંકી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. (૨૧.૨૮)

(4:19 pm IST)