Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ગીર સોમનાથના પ્રાચીમાં કોળી સમાજની ચિંતન શિબીરમાં સંગઠન -શિક્ષણ સહિતની બાબતોની ચર્ચા

વેરાવળ : ગીર સોમનાથ જીલ્લાના પ્રાચીના કોળી સમાજના ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં સંગઠન -શિક્ષણ સહિતની બાબતોની ચર્ચા થઇ હતી. જેમાં ગુજરાતના આગેવાનો ઉપસ્થિત રહેલા કોંગ્રેસ ધારાસભ્યો વીમલ ચુડાસમા, બાબુભાઇ વાજાએ હાજરી આપેલી હતી. આ બેઠકમાં સમાજ કઇ રીતે આગળ આવે તેવી ચર્ચાઓ થયેલ હતી. સાથે આરોગ્ય શિક્ષણને પણ ભાર મૂકયો હતો આ બેઠકમાં કોઇ રાજકીય ચર્ચા થયેલ ન હોય તેમ આગેવાનોએ જણાવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં હાલમાં કોંગ્રેસ વર્ચસ્વ ધરાવે છે. બે ધારાસભ્યો સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ કોળી સમાજના છે. તેમજ નગરપાલિકા, તાલુકા પંચાયતમાં પણ હોદેદારો છે. વધુને વધુ કોળી સમાજને રાજકીય રીતે બહાવી મળે છે માટે આગામી દિવસોમાં પ્રયાસો કરાશે તેવી ચર્ચા કરવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : દિપક કક્કડ -વેરાવળ)

(1:31 pm IST)