Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

પાટણથી અપહરણના ગુનાનો ફરારી ઝડપાયો

ભૂજ તા. ર૮ :.. બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે. આર. મોથલીયા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ મયુર પાટીલની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલ  ભુજનાઓના માર્ગદર્શન હેઠળ સર્કલ પો. ઇન્સ. બી. એસ. વસાવા ભુજની સુચના મુજબ પધ્ધર પોલીસ સ્ટેશનએ પાર્ટ-ગુ. નં. ૩૭૦/ર૦ર૧ ઇ. પી. કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૩) તથા પોકસો એકટ કલમ-૩ એ, ૪ મુજબના ગુના કામેના સહ આરોપીના બનેવી ભરતભાઇ ભોગ બનારને પોતાની મોટર સાઇકલ પર બેસાડી મથડા ગામેથી ચાંધણસર લઇ જઇ ગુનામાં મદદગારી કરેલ હોઇ જે ગુના કામેના સહ આરોપી ભરતભાઇ રહે. કોયડા તા. સાંતલપુર જી-પાટણ વાળાના મકાને જઇ મજકુર આરોપીની ભાણ મેળવી આરોપી ભરતભાઇ કેશાભાઇ ઉર્ફે કેસવજી ઠાકોર ઉ.વ.રપ રહે. કોયડા-તા. સાતલપુર જી. પાટણ વાળાને પકડી ગુના કામે ઉપયોગમાં લીધેલ મોટર સાયકલ જી. જે. -ર૪-એ. એલ-૬૭૧૭ વાળી કબ્જે કરી મજકુર આરોપીને ગુના કામે લાવી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો. સબ. ઇન્સ. એસ. આર. જાડેજા તથા સી. પી. આઇ. ઓફીસ ભુજના એ. એસ. આઇ. રહેમતુલાભાઇ તેમજ પધ્ધર પોલીસ સ્ટેશનના પો. હેડ કોન્સ. કિરણભાઇ માનસંગજી વસૈયા તથા પો. કોન્સ. ભગવાનભાઇ રાઠોડ તથા ડ્રા. એ. એસ. આઇ. ખોડુભા વાઘેલા વિગેરે જોડાયેલ હતાં.

(1:19 pm IST)