Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સાવરકુંડલાના માનવ મંદિરમાં ૪ વર્ષ બાદ યાદદાસ્ત પાછી આવતા પરિવાર સાથે મિલન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૨૮ : છત્તીસગઢના એક નાનકડા ગામડામાંથી એક પાગલ મહિલા વિખૂટી પડી રખડતી ભટકતી અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લાના રાજુલા સીટી માં અને પોલીસે સાવરકુંડલાના માનવ મંદિર પાગલ આશ્રમમા જતા પહોંચાડી હતી. ચાર વર્ષ આ આશ્રમમાં રહીને સાજી થતાં તેની યાદદાસ્ત પાછી આવી પરિવાર સાથે મિલન થયું છે.

સાવરકુંડલાથી ૭ કિલોમીટર દૂર આવેલ માનવ મંદિર પાગલ આશ્રમ અહીંયા રખડતા ભટકતા નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે સાચવવામાં આવે છે પૂ. ભકિત બાપુની નિશ્રામાં એક અનોખી સેવા કરાઈ રહી છે.

આજથી ચારેક વર્ષ પહેલા રાજુલા બસ સ્ટેશનમાં એક અજાણી પાગલ મહિલા ને જોઈ રાજુલા પોલીસે તેમની પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે કોઈ જવાબ ન મળ્યો ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પગલું આશ્રયસ્થાન અને સલામતી ભર્યું જો કોઈ આશ્રમ કે સ્થળ હોય તો એ સાવરકુંડલા માં આવેલ માનુ મંદિર પાગલ આશ્રમ છે રાજુલા પોલીસના અધિકારી અને કર્મચારીઓ એ સાવરકુંડલા ખાતે આવી અને માનવ મંદિરમાં તેમને દાખલ કરી થોડા દિવસો પહેલાં જ માનવ મંદિર સાવરકુંડલા થી ભકિત બાપુએ રાજુલા પોલીસનો સંપર્ક કરી આ દીકરી તમે જે મૂકી ગયા હતા તે હવે સાજી થઈ ગઈ છે અને એક સામાજિક જવાબદારી સમજી તેમને તેમના ઘર સુધી પહોંચાડી ત્યારે રાજુલા પોલીસ માનવતા અને લાગણી દર્શાવી ભકિત બાપુના જણાવ્યા મુજબ દીકરીના માવતરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને છત્ત્।ીસગઢ રાજય માંથી એક ગામડામાં રહેતા ગરીબ પરિવારના તેમના માવતર સાથે વાતચીત પણ કરી વોટ્સએપ અને વિડીયો કોલ ના માધ્યમથી તેમના માવતર અને દીકરીનો પણ વાતચીત કરાવી અને સાવરકુંડલા આવીને તેમની આ દીકરીને તેડી જવા જણાવ્યું હતું. દિકરીના પિતા અને ભાઈ છત્તીસગઢથી સાવરકુંડલા આવી પહોંચ્યા. આ એક સામાજિક અને ગૌરવભર્યું કામ કરવા માટે પોલીસ પણ પોતાને ભાગ્યશાળી અને ભગવાનની કૃપા પાત્ર હોય તેવું માને છે.

છત્તીસગઢથી આવેલા આ દીકરીના પિતા અને ભાઈ સ્વભાવે ભોળા ઓછું બોલનારા અને ગરીબ માવતર છે ચાર વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર પિતા દીકરીને જોઇને જ ભેટી પડ્યા અને શબ્દ થઈ ગયા કે શું કહેવું રાજુલા પોલીસનો આભાર અને આ દીકરીને પાગલમાંથી સાજી કરનાર આ સાધુ સંતો પણ ખુબજ અહેસાન અને આભાર માન્યો અને પોતાની આપવીતી પણ કહી બતાવી તેમનો ભાઈ પણ આ દૃશ્ય જોઈ ખૂબ જ ભાવુક બની ગયા અને સાવરકુંડલાનું આ રમણીય માનવમંદિર પરિસર જોઈને ગદગદિત થઈ ગયા ત્યારે સાજી થયેલ પોતાની બહેન સુનિતાએ ચાર ચાર વર્ષનો સમય વિતાવ્યો તે તમામ મનોરોગી બહેનપણીઓને મળી અને સૌ ની રજા લઈને પોતાના પિતા અને ભાઈ સાથે સાવરકુંડલાથી છતીસગઢની સફર માટે રવાના થયા.

આ સમાજમાં એવા પણ નરાધમો છે કે જેઓ રખડતા ભટકતા પાગલ મહિલાઓનો પણ દુરૂપયોગ કરતા અચકાતા નથી અને પરિવારથી તરછોડાયેલા ફૂટબોલના દડાની જેમ પછડાટ અને ફંગોળાતા એક રાજયમાંથી બીજા રાજયમાં આવી પહોંચે છે ત્યારે સમાજના એવા પણ શ્રેષ્ઠીઓ અને સંતો છે કે જેઓ આવા નિરાધારનો આધાર બની તેને નવું જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે હવે સમાજને અને સરકારને જાગૃત બની આવી રખડતી ભટકતી મહિલાઓ માટે એક નક્કર પ્રયાસ કરે અને તેને પરેશાન કરનાર નરાધમો માટે કડક સજાની જોગવાઈ કરશે તો જ વૃદ્ઘાશ્રમ કે પાગલ આશ્રમો કે અનાથ આશ્રમના નિર્માણો અટકી જશે.

(1:04 pm IST)