Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સાવરકુંડલામાં વરસાદ સાથે માછલીઓ વરસી

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા., ર૮: સાવરકુંડલામાં ચોમાસાના પ્રારંભે છુટો છવાયો વરસાદ વરસવો શરૂ થયો છે. ત્યારે ગત તા. ર૩-૬ના વરસાદ સાથે માછલીઓ પણ વરસતા શહેરીજનો-ખેડુતો અચંબો પામ્યા છે.

સાવરકુંડલાના ભુવા રોડ પર રહેતા  અને તે વિસ્તારમાં જ વાડી ધરાવતા  ખેડુત બીપીનભાઇ કનુભાઇ જયાણીની વાડીમાં ગત તા. ર૩-૬ ના આવેલ વરસાદ સાથે માછલીઓ પણ વરસી હતી.

વરસાદના વિરામ બાદ ખેડુત વાડીએ જતા તેની નજર વાડીમાં છુટી છવાઇ મૃત હાલતમાં માછલી પડી હતી. વરસાદ સાથે માછલીઓ પણ વરસતા ખેડુતોમાં અચંબો ફેલાયો છે.

(11:41 am IST)