Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સાવરકુંડલામાં ૩ાા, ભાવનગર-જેશર-શિહોરમાં ૧ાા ઇંચ

ગોંડલ-વિંછીયામાં વહેલી સવારે ઝાપટાઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા છવાયાઃ વરસાદની આશા

ગોંડલમાં વરસેલો વરસાદ તથા સવારે વાદળા છવાયા હતા તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

રાજકોટ તા. ર૮ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે કાલે મોડી રાત્રીથી આજે સવાર સુધીમાં અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો છે. જયારે ભાવનગર, જેશર, શિહોરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા : અમરેલી જીલ્લાના સાવરકુંડલામાં કાલે મોડી રાત્રીથી આજે સવાર સુધીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ પડયો હતો. અને મોસમનો કુલ વરસાદ ૭ ઇંચ થયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેર અને જીલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

ગોહીલવાડ પંથકમાં રવિવારે મોડી રાત્રીનાં ૧ર વાગ્યા પછી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો. ભાવનગર શહેરમાં ૩૩ મી. મી., જેસરમાં ૩૬ મી. મી., સિહોરમાં ૩૩ મી. મી. ઉમરાળામાં રપ મી. મી. ઘોઘામાં ૮ મી. મી. તળાજામાં ૪ મી. મી., વલ્લભીપુરમાં ૩ મી. મી. વરસાદ નોંધાયો છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : અહીં વિંછીયામાં ગઇ રાત્રીમાં ૪ વાગે ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા પાણી વહી ગયા હતા જો કે મેઘ મહારાજા વધુ હેત વરસાવે તેવું ધરતીપુત્રો ઇચ્છી રહ્યા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલ : શહેરમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યાં બાદ વાદળાછાયું વાતાવરણ છવાયું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૫.૫ મહતમ, ૫૮ લઘુતમ, ૭૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧૩.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:40 am IST)